એક કલાકમાં ત્રણ લૂંટ, પોલીસ ઈઈઝટના સહારે

  • June 19, 2024 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ચોર મચાએ શોરની સાથે લુંટા‚ પણ ઉતરી પડયા હોય તે રીતે ગઈકાલે વહેલી સવારે માત્ર એક કલાકના અંતરાલમાં જ શહેરમાં અલગ અલગ ત્રણ સ્થળે બાઈકસવાર ત્રિપુટીએ ત્રણ રાહદારીને આંતરીને છરીથી છરકા કરી લૂંટ ચલાવ્યાની ઘટનાથી શહેરીજનોમાં રોષ સાથે ફફડાટ પણ ફેલાયો છે. રાબેતા મુજબ પોલીસ હવે લૂંટા ત્રિપુટીને શોધવા સીસીટીવીના સહારે પડી છે. જુદા જુદા ‚ટના સીસીટીવી ચેક કરી લૂંટા‚ઓની કડી મેળવવા મથામણ આરંભી છે. 

ત્રણેય ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ નાનામવા મોકાજી સર્કલ પાસે ગઈકાલે વહેલી સવારે ચારેક વાગ્યે રીક્ષા લઈને નીકળેલા મવડી વિસ્તારના ઉદયનગર-૨ શેરી નં.૫માં રહેતા કેતન રાઘવજી ગોહેલને બાઈકસવાર ત્રિપુટીએ આંતર્યો હતો. શાસ્ત્રીનગર પાસે રીક્ષા અટકાવી એક શખસને રીક્ષામાં આગળ ચોક સુધી લેતો જા તેમ કહયું હતું પરંતુ રીક્ષા ચાલકે ના પાડી હતી અને રીક્ષા આગળ ભગાવી હતી. મોકાજી સર્કલ પાસેના પંપ આગળ બાઈક આડુ નાખી રીક્ષા ઉભી રખાવી હતી. રીક્ષા ચાલકને ફડાકા ઝીંકી ગળા પર છરી રાખી અહીંથી હલતો નહીં નહીંતર છરી મારી દઈશ તેમ કહી છરી ગળાના ભાગે દબાવતા રીક્ષા ચાલક ડરી ગયો હતો. રીક્ષા ચાલકના ખીસ્સામાંથી ‚ા.૩ હજારની રોકડ સાથેનું પર્સ અને ૨૦ હજારની કિંમતનો ફોન લૂંટીને નાસી ગયા હતા. 

આવી જ બીજી ઘટનામાં બાઈકસવાર ત્રિપુટી યાજ્ઞીક રોડને જોડતા ડો. હોમી દસ્તુર માર્ગ પર પહોંચી હતી. ત્યાં બાઈક લઈને જતા લોધીકાના વાગુદડ ગામના ખેતીકામ કરતા માનસીંગ કાળુભાઈ ઉ.વ.૫૫ને અટકાવ્યા હતા તેના પેટના ભાગે છરીથી છરકા કરી ૧૫૦૦ની રોકડ ઝુંટવી લીધી હતી. બાઈક ચાલક પ્રૌઢ ગત તા.૧૩થી પત્ની રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં હોય અહીં આવ્યો હતો અને ગઈકાલે વહેલી સવારે ખેતીકામ માટે લોધીકાના વાગુદડ ગામે જવા નીકળ્યો હતો. 

એક કલાકમાં જ થયેલી ત્રીજી લૂંટની ઘટનામાં ન્યુ માયાણીનગરમાં રહેતા ઓટો પાર્ટસના ધંધાર્થી કાનજીભાઈ વલ્લ ભભાઈ ઠુંમર ઉ.વ.૫૯ વહેલી સવારે હળવદ જવા માટે પોતાના બાઈક પર બસ સ્ટેન્ડ જઈ રહ્યા હતા. ત્યારે મવડી બ્રિજ પાસે બાઈક સવાર ત્રિપુટી ધસી આવી હતી અને કેટલા વાગ્યા તેવું પુછતા કાનજીભાઈએ પાંચ વાગ્યા તેવો જવાબ આપ્યો હતો. બાઈક સવાર ત્રિપુટી પૈકીના પાછળ બેઠેલા શખસે કાનજીભાઈના બાઈકની ચાવી બંધ કરી દીધી હતી. જેથી કાનજીભાઈને કંઈક અજુગતું લાગતા તેમણે બાઈક ચાલુ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય શખસોએ પાછળ આવી બાઈક ઉભું રખાવ્યું હતું અને છરી બતાવીને કાનજીભાઈનું ૧૦ હજારની રોકડ તેમજ અન્ય ચીજવસ્તુ સાથેનું પર્સ લુંટી લીધું હતું. આ લૂંટની ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ ‚મમાં થતાં કંટ્રોલ ‚મમાંથી એ-ડીવીઝન, તાલુકા તથા માલવીયાનગર પોલીસને જાણ કરી મોબાઈલ દોડાવી હતી. 

એક જ કલાકમાં ત્રણ-ત્રણ લૂંટ થયાની જાણના પગલે ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબીની ટીમો પણ દોડી ગઈ હતી. ઉચ્ચ અધિકારી પણ પહોંચ્યા હતા. પોલીસના રસાલાએ ભોગ બનેલા ત્રણેય વ્યકિતઓ પાસેથી વિગતો તેમજ લૂંટા‚ઓના વર્ણન મેળવ્યા હતા. જયાં લૂંટ થઈ તે જગ્યા ઉપરાંત એ ‚ટ પરના સીસીટીવી ચેક કરવા માટે પોલીસે મથામણ શ‚ કરી છે. ૨૪ કલાક વિત્યે હજુ પોલીસને લૂંટા‚ઓ સુધી પહોંચવા માટેની ફળદાયી કડી પ્રાપ્ત થઈ નથી કે લૂંટા‚ને પકડી નથી શકાયા તેમ જાણવા મળી રહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application