પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા ત્રણ રીક્ષાવાળા પકડાયા

  • May 19, 2023 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છાપના જુગાર પર પોલીસ પ્રગટી

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડ નજીક સિકકો ઉછાળીને કાટછાપનો જુગાર રમતા ત્રણ રીક્ષા ડ્રાઇવરને દબોચી લેવામાં આવ્યા હતા.
જામનગરના ઢીચડામાં રહેતા રીક્ષા ડ્રાઇવર બીલાલ ઉર્ફે મામદ સુલેમાન સાંઢ, મહારાજા સોસાયટીના હબીબ મોહમદ સમા અને શંકરટેકરીના અફઝલ ઉર્ફે લંબુ જુસબ ઘોઘા આ ત્રણેય શખ્સોને પ્રદર્શન ગ્રાઉન્ડ રીક્ષા સ્ટેન્ડ પાસે ચલણી સિકકાથી કાટ છાપનો જુગાર રમતા રોકડા ૧૬૪૪ સાથે સીટી-એ પોલીસે દબોચી લીધા હતા.
**
*દ્વારકામાં આઈપીએલ પર સટ્ટો રમતા શખ્સની અટકાયત
દ્વારકા વિસ્તારમાં આઇપીએલ ક્રિકેટ પર સટ્ટો રમતા એક શખ્સને રોકડ સહિતના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યો હતો.
દ્વારકામાં વાસુદેવ શેરી વિસ્તારમાં રહેતા અક્ષય રવિકાંતભાઈ વાયડા નામના ૨૮ વર્ષના શખ્સને પોલીસે શાકમાર્કેટ પાસેથી ગતરાત્રિના સમયે આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર દિલ્હી અને પંજાબની મેચમાં હારજીતનો સટ્ટો રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૫,૭૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application