ચાલુ ફરજે ગેરહાજર ત્રણ પોલીસમેન કરાયા સસ્પેન્ડ

  • October 04, 2023 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ગત સાહે ઈદ જુલુસના બંદોબસ્ત સમયે ફરજમાં ગેરહાજર એ ડિવિઝનના ત્રણ પોલીસ કર્મચારીઓને ફરજ બેદરકારી બદલ પોલીસ કમિશનર દ્રારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જયારે ૧૫ જેટલા હોમગાર્ડ જવાનો પણ ઘેર હાજર ગુટલી મારી હોવાનું માલૂમ પડતા આ તમામને પણ નોટિસ અપાઈ હોવાનું જાણવા મળે છે.ગત સાહે શુક્રવારે ઈદ–જુલુસમાં શહેરમાં પોલીસ સ્ટાફને બંદોબસ્ત ડયુટી ફાળવવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ મથક નજીક જ રાત્રે ત્રિકોણબાગ પાસે દશ વાગ્યા પછી જુલુસમાં મોટા અવાજે ડી.જે. વાગતું હોવાથી પોલીસે ડી.જે. બધં કરાવતા થોડી ક્ષણો વાતાવરણ તગં થયું હતું. ટોળું એ ડિવિઝન પોલીસ મથક સામે એકઠું થયું હતું. જો કે, પોલીસે પણ જે તે સમયે કાયદો કાયદાનું કામ કરશે સાથે કડકાઈ દાખવતા અને અગ્રણીઓની મધ્યસ્થ બાદ મામલો થાળે પડી ગયો હતો. સ્થિતિને લઈને એક તબક્કે પોલીસની વધુ ફોર્સની પણ જરૂરિયાત ઉભી થઈ હતી.


ઝુલુસ બંદોબસ્ત સમયે જ જેમની ડયૂટી હતી તે ત્રણ પોલીસ કર્મી રામભાઈ વાંક, અરવિંદભાઈ કુાડિયા તથા હિતેષભા ગઢવી ફરજ પર હાજર ન હતા. ફરજ બેદરકારીને લઈને એ ડિવિઝન પીઆઈ દ્રારા થયેલા રિપોર્ટ આધારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્રારા ત્રણેયને સસ્પેન્ડ કરતો ઓર્ડર કરાયો છે. સાથે હોમગાર્ડના ૧૫ જેટલા જવાનો પણ બંદોબસ્તમાં હાજર ન હતા તેમને નોટિસ અપાઈ છે.
ડીસીપી સુધીરકુમાર દેસાઈના જણાવ્યા મુજબ બંદોબસ્તમાં પીઆઈ દ્રારા સ્ટાફની હાજરી લેવામાં આવી હતી. ચેકિંગ કરાવાતા ત્રણેય પોલીસ કર્મી ડયૂટીમાં હાજર ન હતા. જે બાબતે રિપોર્ટ કરાયો હતો. ફરજ બેદરકારી બદલ ત્રણેયને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application