રાજકોટના શાપર(વેરાવળ)માં અમરિકા સ્થિત પ્રૌઢાએ ખરીદેલા ૧૮૨૯ ચો. વારના ત્રણ પ્લોટની ફાઈલ રાજકોટ રહેતા ભત્રીજાને સાચવવા માટે આપી હતી જે ફાઈલનો દૂર ઉપયોગ કરી ભત્રીજાએ ખોટી પાવર ઓફ પેટર્નીના આધારે પ્રૌઢાની ખોટી સહીઓ અને અંગુઠાના નિશાન કરી તેમજ ભત્રીજીએ પ્રૌઢાના ફોટાની જગ્યાએ પોતાનો ફોટો મૂકી રાજકોટમાં રહેતા સ્વસ્તિક મેટલ્સના ભૂત પરિવારને સસ્તા ભાવે વેંચી નાખ્યું હતું. સમગ્ર બનાવની જાણ થતા અમરિકા સ્થિત પ્રૌઢા રાજકોટ આવી વેરાવળમાં આવેલા પ્લોટની જગ્યાએ જોતા ત્યાં સ્વસ્તિક મેટલ્સ નામનું કારખાનું જોવા મળ્યું હતું. આથી પોતાની સાથે સગા ભત્રીજા-ભત્રીજીએ કાવતરું રચી કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળતા શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહીત સાત વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે.
હાલ અમેરિકા રહેતાં મૂળ રાજોકટના મવડીમાં ફાયર બ્રિગેડની સામે રહેતાં સ્મિતાબેન દિલીપભાઈ પારેખ (ઉ.વ.૬૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઘર્મેશ હિરા પારેખ (રહે. મવડી પ્લોટ, કૃષ્ણ નગર શેરી નં.૩), હેતલબેન વિપુલ શાહ (રહે. ગોપાલનગર-૯, ઢોલરીયા નગર-૬, વિઠ્ઠલ કાળીદાસ બોર્ડિંગ), દીલીપ શાંતિલાલ ભુત, જયેશ શાંતિલાલ ભુત, શાંતિલાલ નાથાલાલ ભુત (રહે. ત્રણેય શાપર), પ્રકાશ પ્રેમજી દેલવાડીયા (રહે. મવડી ધ લીફ એપાર્ટમેન્ટ) અને જસમત ડી. સાંગાણી (રહે. શાપર) નું નામ આપતાં શાપર પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રૌઢાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૩૦ વર્ષથી અમેરીકા ખાતે રહે છે. બે વર્ષે ભારત સગા વહાલાને મળવા તેમજ કામ સબબ તેઓ આવે છે. તેમના પતિ દીલીપભાઇ પારેખનુ તા.૦૧/૦૧/૨૦૨૩ ના અવસાન થયેલ છે.
વર્ષ ૧૯૯૫ મા તેઓ પતિ સાથે અમેરીકામાં રહેતા હતા અને રાજકોટ આવેલ ત્યારે તા.૧૧/૦૮/૧૯૯૫ ના શામજીભાઈ ગોવિંદભાઈ પટેલ પાસેથી કોટડાસાંગાણીના વેરાવળ ગામે એસ.આઈ.ડી.સી મેઇન રોડ શાંતિધામ ગેઇટ નં ૨ ની સામેના રેવન્યુ સર્વે નં. ૧૬૬ પૈકીના બીન ખેડની મંજુરી વાળા સબ પ્લોટ નંબર ૬/૯-એ તથા ૬/૯-બી તથા ૯/ઈ મુજબના કુલ ૧૪૮૩.૬૭ ચોરસ મીટર ( ૧૭૭૪.૪૬ ચોરસવાર ) વાળા કુલ-૩ પ્લોટ કિંમત રૂ. ૫૧,૯૨૮ મા ખરીદ કરેલ હતા. જેનો સબ રજીસ્ટાર કચેરી ગોંડલ ખાતે દસ્તાવેજ કરાવેલ જે અસલ દસ્તાવેજની ફાઇલ જેઠના દિકરા રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતાં ધર્મેશભાઈ પારેખને સાચવીને રાખવા માટે આપેલ હતી.
બાદમાં ફરિયાદી તેમના પતિ સાથે અમેરીકા જતા રહેલ હતા. વર્ષ ૨૦૧૩-૨ ૦૧૪ માં ભારતથી તેમના જેઠ કનુભાઈ પારેખનો ફોન આવેલ અને કહેલ કે, પ્રકાશભાઈ દેલવાડીયાએ વાત કરેલ કે, તમારા વેરાવળ (શાપર) ના સ્મીતાબેનના નામના પ્લોટ મે વેચાતા લઇ લીધેલ છે, તેમ વાત કરેલ પરંતુ તે સમયગાળા દરમ્યાન તેઓ તેના પતિ સાથે અમેરીકા હોય અને પ્લોટનો તેઓના નામનો જ દસ્તાવેજ હોય જેથી તેઓની હાજરી વગર પ્લોટ વેચાણની વાત થતા તેઓને શંકા લાગતા વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માં તેઓ અમેરીકાથી રાજકોટ આવેલ અને ગોંડલ સબ રજીસ્ટ્રાર કચેરીથી માહિતી મેળવતા જાણવા મળેલ કે, તા.૦૫/૦૪/૨ ૦૦૬ માં તેઓ અમેરીકા હતાં ત્યારે તેમની ગેરહાજરીમાં જેઠના દીકરા ધર્મેશ પારેખ તથા તેની બહેન હેતલબેન શાહ, દીલીપ ભુત, જયેશ ભુત તથા શાંતિલાલ ભુત, પ્રેમજી દેલવાડીયા તેમજ જસમત સાંગાણીએ પુર્વયોજીત કાવતરુ રચી અસલ દસ્તાવેજ આઘારે શાપર-વેરાવળમાં આવેલ પ્લોટ નંબર ૬/૯ અને ૬-૧૯ બી મા વેચનાર તરીકે ધર્મેશ પારેખે ફરિયાદીની ખોટી સહીઓ તથા અંગુઠાનું નિશાન કરી તેમજ અસલ દસ્તાવેજમાં ભત્રીજી હેતલે દસ્તાવેજમા ફરિયાદીના ફોટાની જગ્યાએ પોતાનો ફોટો ચોટાડી દસ્તાવેજ સમયે ખોટી ઓળખ આપી હતી.
તેમજ સબ રજીસ્ટ્રાર કચેરી ગોંડલ ખાતે હાજર રહી તેમજ જમીન ઓછી કીંમતે મેળવવા દિલીપ ભુત તથા જયેશ ભુત (સ્વસ્તીક મેટલના ભાગીદારો) એ પ્લોટના દસ્તાવેજમાં સહીઓ કરી જમીન ખરીદ કરી દસ્તાવેજ વખતે તેમાં શાંતિલાલ ભુત, પ્રકાશ દેલવાડીયા તથા જસમત સાંગાણીએ ખોટી ઓળખ આપી દસ્તાવેજમા ખોટી સાક્ષી તરીકે સહિ કરી ગોંડલ સબ રજીસ્ટાર કચેરી ખાતે બોગસ દસ્તાવેજ કરાવી લીધેલનુ જાણવા મળેલ હતું.
તેમજ તા.૦૯/૦૫/૨૦૦૭ ના રોજ પણ તેઓ અમેરીકા હતાં ત્યારે જેઠના દીકરા ધર્મેશભાઇ પારેખએ તેના નામની ખોટી પાવર ઓફ એટની બનાવી લઇ વેરાવળ ગામના સર્વે નંબર ૧૬૬ પૈકીની જમીનમા પ્લોટ નંબર ૯/ઈ ચો. મી. ૪૬-૪૫, ચો. વાર પ૫-૫૫ વાળી જમીન ખોટી પાવર ઓફ એટર્ની આધારે ક્રિષ્ના બચ્ચન ગુપ્તાને સબ-રજીસ્ટાર કચેરી ગોંડલ ખાતે રજીસ્ટર વેચાણ કરી દીધેલ છે. બાદમાં ફરીયાદીના પતિનું અવસાન થઇ ગયેલ હતું. દરમિયાન તેઓએ જસમત સાંગાણી સીવાયના તમામ લોકોને મળી આ બાબતે પૂછતા તેઓએ જે તે સમયે આ દસ્તાવેજ કરી આપેલ છે, હવે તેમાં કશુ થાય તેમ નથી, તમારે જે કરવું હોય તે કરો તેમ કહેતા પોલીસ ફરીયાદ નોંધાવેલ હતી. હાલ તે જગ્યામાં તપાસ કરતા દિલીપ ભુત તથા જયેશ ભુતએ સ્વસ્તિક મેટલ નામનુ કારખાનુ બનાવી ચલાવે છે. પોલીસે પ્રૌઢાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMICICI, HDFC થી લઈને YES બેંક સુધી; કઈ બેંકમાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ?
April 21, 2025 08:43 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech