લતીપર નજીક કારખાનામાંથી ૨૫ મોટરની ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

  • November 07, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન આગામી દિવાળી પર્વ અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, ત્રણ ઇસમો વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ જાંબુડીયા ગામ આરટીઓ ઓફીસની સામે રોડ ઉપર શંકાસ્પદ રીતે આટા ફેરા કરતો હોય જેથી બાતમીવાળી જગ્યાએ જતા ત્યા બે ઇસમમો ઉભા હોય જેઓને હજરી બાબતે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા પોતે ટંકારાના લતીપાર ગામથી આશરે પાંચ સાત કિ.મી. દૂર એક બંધ કારખાનામાથી મોટર નંગ-૨૫ ની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી તેમની પાસે નાની મોટી પંદર મોટર મળી આવેલ હોય જેની કુલ કિ.રૂ. ૮૭,૦૦૦/- તથા બે મોબાઇલ કિ.રૂ.૭૫૦૦/- ગણી કુલ્લ ે કિ.રૂ. ૯૪૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી આરોપી જાવીદભાઇ સલીમભાઇ સૈયદ ઉ.વ.૨૦ રહે વાંકાનેર દાતાપીરની દરગાહ પાસે જી મોરબી, આસીફભાઇ ઇબ્રાહીમ કેંડા ઉ.વ.૨૬ રહે વાંકનેર વેલનાથપરા ભારત ઓઇલ મીલ પાછળ જી-મોરબી, અખ્તરભાઇ આદમભાઇ મકરાણી ઉ.વ.૨૦ રહે વાંકાનેર પેડક દિગવિજયનગર જી મોરબીવાળાની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application