BREAKING NEWS

રાજુલા પંથકમાંથી વાહનોમાંથી બેટરી ચોરી કરતા રાજકોટ સહિતના ત્રણ ઝડપાયા

  • June 17, 2026 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલા પંથકમાંથી ટ્રકની બેટરી ચોરી કરનાર રાજકોટ, સાવરકુંડલા અને રાજુલાની ત્રિપુટીને રાજુલા પોલીસે ઝડપી પાડી ચોરી કરેલી ૧૨ બેટરી અને કાર મળી કુલ .૩,૭૮,૦૪૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજુલામાં ગત તા.૧૪ના હીડોરંણાનજીક હાઇવે પર સાઇડમા પાર્ક કરેલા ટ્રકોમાથી તેમજ શહેરમાં જુદા જુદા વાહનોમાંથી કોઇક અજાણ્યા શખસો બેટરીની ચોરી ગયાની ફરિયાદ રાજુલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. અન્વયે સર્વેલન્સ ટીમ દ્રારા અલગ અલગ સીસીટીવી કેમેરાની તપાસ તેમજ શંકમદ ઇસમોની પુછપરછ કરવામાં આવી હતી તેમજ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવવામા આવેલ કેમેરા ચેક કરતા એક શંકાસ્પદ કાળા કલરની નંબર પ્લેટ વગરની બલેનો ગાડી જોવામા આવી હતી અને તેમાંથી અજાણ્યા ચોર શખ્સો ઉતરી અને પાર્ક કરવામાં આવેલા ટ્રકમાથી બેટરી ચોરી કરતા હોવાનું જોવામાં આવતા બલેનો કારની ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા શખસ સાવરકુંડલાનો હોવાનુ જાણવા મળતા પોલીસે અખ્તર અબ્દુલ કાદરભાઇ જીકા ( રહે.સાવરકુંડલા, મણીભાઇ ચોક)ને ઝડપી આગવી ઢબે પુછપરછ કરતા આ બેટરી ચોરીમાં અરમાન સુલેમાનભાઇ ડેલા (રહે.રાજકોટ, તવક્કલ ચોક, શેરીનં–૩), જુબેર સિકંદરભાઇ જીકા (રહે.રાજુલા, બીડી કામદાર)નો સામેલ હોવાની કબૂલાત આપતા પોલીસે અન્ય બે શખ્સોની ધરપકડ કરી ચોરીમાં ગયેલી બેટરી નંગ–૧૨ કી.. ૭૮,૦૪૦ની તેમજ ઉપયોગમાં લેવાયેલી બલેનો કાર કી..૩,૦૦,૦૦૦ મળી કુલ . ૩,૭૮,૦૪૦નો મુદામાલ કબ્જે કર્યેા હતો. પોલીસની વધુ તપાસમાં આરોપીઓ રાત્રીના ભેગા થઇ અને ફોર વ્હીલ ગાડી મા આવી અને રોડ પર પાર્ક કરવામાં આવેલા ટ્રકમાંથી બેટરીકાઢી અને ફોર વ્હીલમા બેટરી લઇ અને ચોરી કરી નાસી જતા હતા.
આ કામગીરી રાજુલા પોલીસ મથકના પીઆઈ વી.એમ.કોલાદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એફ.ચૌહાણ,તથા સર્વેલન્સ ટીમના એએસઆઇ મધુભાઇ પોપટ , હે.કોન્સ હરેશભાઇ વાળા, મનુભાઇ માંગાણી, સુરેશભાઇ મેર, પો.કોન્સ રવીભાઇ વ,મહેશભાઇ બારૈયા, ગોવિદંભાઇ કાતરીયા, અમીતભાઇ મકવાણા ,મેહત્પલભાઇ પંડયા,ભવદિપસિંહ સરવૈયા દ્રારા કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application