રાજકોટમાં હવે દિવસમાં આપઘાતના એક કે બે બનાવ નહીં પરંતુ કલાકોમાં આપઘાતના બનાવ બની રહ્યાનું છેલ્લા એક મહિનાના આંકડા પરથી લાગી રહ્યું છે. શહેરમાં ગત સાંજના ૬ વાગ્યાથી ૯ વાગ્યા સુધીના ત્રણ કલાકના સમયમાં બે યુવાન અને એક વૃધ્ધએ આપઘાત કરી લીધાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. કોઝી કોટ યાર્ડમાં રહેતા વેપારી યુવાન અને થોરાળાના રવિ વિશારે ગળાફાંસો ફાંસો ખાઈ લીધો હતો જયારે ૧૫૦ફટ રિંગરોડ પર આંબેડકનગરમાં વૃધ્ધએ એસિડ પી મોત વ્હાલું કયુ હતું.
બનાવની પ્રા વિગતો મુજબ શહેરના મવડી વિસ્તારમાં પાર્ટી પ્લોટ પાસે આવેલા આવેલા કોઝી કોટ યાર્ડમાં રહેતા જયદીપભાઈ છગનભાઇ બુટાણી (ઉ.વ.૩૫) નામના યુવકે ગઈકાલે સાંજે ૬ વાગ્યાના અરસામાં ઘરે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક બેભાઈ એ બહેનમાં વચેટ હતા અને સંતાનમાં એક દીકરો એક દીકરી છે. યુવકે કારણથી આપઘાત કર્યેા એ અંગે પરિવારજનો પણ જાણતા ન હોવાથી તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.
બીજા બનાવમાં થોરાળા વિસ્તારમાં ખોડિયારપરામાં રહેતો રવિ રતિલાલ આશરે (ઉ.વ.૨૯)નામના યુવકે ઘરે રાત્રીના સમયે ગળાફાંસો ખાઈ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી ૧૦૮ની ટિમ બનાવના સ્થળે પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટીમાંચી જવા પામી હતી. બનાવની જાણ થોરાળા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો. મૃતક રવિ કચરો વીણવાનું કામ કરતો હતો અને ત્રણભાઈમાં નાનો હતો. દાની ટેવ હોવાથી કંટાળી પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ત્રીજા બનાવમાં ૧૫૦ ફટ રિંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા મુળજીભાઈ ડાભાઈ પાતર (ઉ.વ.૭૦)નામના વૃધ્ધ સાંજે છ એક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
મૃતક ને સંતાનમાં બે દીકરા છે પોતે ઘણા સમયથી પથારીવસ હોવાથી જિંદગીથી કંટાળી પગલું ભરી લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech