સુરતની હચમચાવતી ઘટના, ઘરમાં ઘૂસી 3 શખસે છરી બતાવી પતિને બાંધી દીધો, પત્નીને ધાબા પર ઢસડી જઈ ગેંગરેપ કર્યો, પછી લૂંટ કરી

  • February 14, 2025 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરતના પુણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મોડી રાત્રે દંપતીના ઘરમાં ઘુસી આવેલા 3 ઈસમે ચપ્પુ બતાવી પતિને બાંધી દીધા બાદ બે ઈસમે પત્નીને ઘાબા પર ઢસડી જઈ બે ઈસમોએ વારાફરતી દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો ઉતાર્યો હતો. જતી વખતે રૂ. 30 હજાર અને બે બ્રેસ્લેટ પણ લૂંટી ગયા હતા. આ મામલે પુણા પોલીસને સવારે જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે આ મામલે તમામ આરોપીઓની ઓળખ કરી લીધી છે અને મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાત્રે બે કલાકના સમય દરમિયાન મહિલા પર ત્રણ વાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. તેમાં મુખ્ય આરોપી દ્વારા બે વાર હવસ સંતોષવામાં આવી હતી. જેથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઇજા પહોંચી છે.


સુરતમાં હચમચાવી નાખતી એક ઘટના બની છે. ત્રણ અજાણ્યા શખસો ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરમાં દંપતી એકલું હોય આ ત્રણેય શખસો તેના પર હાવી થઈ ગયા હતા. પતિને છરી બતાવી બંધક બનાવી દીધો હતો. બાદમાં ત્રણેય શખસ યુવકની પત્નીને લઈ ધાબા પર લઈ ગયા હતા અને વારાફરતી ત્રણેયે ગેંગરેપ કર્યો હતો. બાદમાં ત્રણેય શખસે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બાદમાં પીડિતા પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્રણેય શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકમાં જ મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે. 


પ્રાપ્ત વિગત મુજબ, સુરતના પુણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મોડીરાત્રે દંપતીના ઘરમાં ઘુસી આવેલા 3 શખસે છરી બતાવી પતિને બાંધી દીધા બાદ બે શખસે પત્નીને ઘાબા પર ઢસડી જઈ વારાફરતી દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો ઉતાર્યો હતો. જતી વખતે રૂ. 30 હજાર અને બે બ્રેસ્લેટ પણ લૂંટી ગયા હતા. આ મામલે પુણા પોલીસને સવારે જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે આ મામલે તમામ આરોપીઓની ઓળખ કરી લીધી છે અને મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. રાત્રે બે કલાકના સમય દરમિયાન મહિલા પર ત્રણ વાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય આરોપી દ્વારા બે વાર હવસ સંતોષવામાં આવી હતી. જેથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઇજા પહોંચી છે.


​​​​​​​3 શખ્સે તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગરના વતની એવું દંપતી પુણાગામ પાસે એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. મકાનના નીચેના ભાગે કારખાનું ચાલે છે અને પતિ લેસ પટ્ટીના કારખાનામાં નોકરી કરે છે. ગતરોજ દંપતી રાત્રે જમીને સૂઈ ગયું હતું. દરમિયાન મોડીરાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં 3 શખસે તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. દંપતીએ કોણ છે એમ પૂછતા આ બદમાશોએ પોલીસ હોવાનું જણાવ્યું હતું. જેથી પતિએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ મોઢા પર બુકાની બાંધેલા ત્રણ બદમાશ ચપ્પુ લઇને ઘરમાં ઘૂસી ગયા હતા અને પતિને છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી.


હવસખોરોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું
અચાનક ઘરમાં આવેલા આ શખ્સોને જોઈને દંપતી ગભરાઈ ગયું હતું. દરમિયાન એક બદમાશે દુપટ્ટા વડે પતિને બાંધી દીધો હતો, અન્ય બે પત્નીને ઢસડીને ઉપર ધાબા પર લઇ ગયા હતા. પત્નીએ છોડી દેવા માટે કાકલુદી કરી હતી, પણ આ હવસખોરે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી નિકુંજ ઉર્ફે ડથ્થર ઉર્ફે બુલેટ ભીંગરાડિયાએ એકવાર દુષ્કમ આચરી લીધા બાદ ફરી મહિલા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તે બન્ને નીચે આવ્યા હતા અને બાદમાં જતી વખતે 2 સોનાના બ્રેસલેટ અને રોકડ રૂ.30,000ની મત્તાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.


ભાવનગરથી મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાની ધરપકડ
આ મામલે ક્રાઈમ બ્રાંચનાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં કામે લાગી હતી. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ મામલે અમિત ઉર્ફે રઘુ રોકડા, નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુની ઓળખ કરી લીધી હતી. આ સાથે જ આરોપી ભાવનગર સાઈડ ભાગ્યા હોવાની જાણ થતા ડીસીપી ઝોન 1ની ટીમ ભાવનગર રવાના કરવામાં આવી હતી. ભાવનગરથી મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.


પોલીસ દ્વારા ભોગ બનેલી મહિલાનું સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં મહિલા સાથે એકથી વધુ વાર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ બળજબરી કરવામાં આવી હોવાથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઇજાઓ પણ હોવાનું જાણવા મળ્યું છે.


બે આરોપી પૈકી એક અગાઉ આ વિસ્તારમાં દેખાયો હતો
ભોગ બનનાર દંપતીના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. આ વિસ્તારના કારખાનામાં જ નોકરી કરતા હોવાથી ભાડે મકાન રાખીને રહેતા હતા. પોલીસ સમક્ષ ભોગ બનનારે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, બે હવસખોર પૈકીનો એક અગાઉ તેમના વિસ્તારમાં દેખાયો હતો. હવસખોર પરિણીતાને ખેંચીને ઘાબા પર લઇ ગયા હતા. ત્યારે તેણીએ બુમો પણ પાડી હતી. જો કે, આ વિસ્તારમાં માત્ર 30 ટકા જ રહેણાંક હોવાથી અને કારખાના પાસે હોવાથી તેની બુમો કોઇને સંભળાઈ ન હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application