ભગતસિંહજી ગાર્ડન સામે શિવશક્તિ કોલોનીમાં રહેતા નામચીન ઉમંગ પટેલના ઘર પાસે જ આવેલી તેની ઓફિસે ત્રણ શખસો ધસી આવ્યા હતા. ઉમંગ પટેલ ક્યાં છે તેમ કહી તેના બે મિત્રોને આ શખસોએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, લોધીકા તાલુકાના ચીભડા ગામે રહેતા અજયપરી જયસુખપરી ગોસ્વામી(ઉ.વ 23) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મંથન સોનાગ્રા (રહે. સાધુવાસવાણી રોડ), સાહિલ કચરા અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના તે શિવ શક્તિ કોલોની બ્લોક નંબર 111 શેરી નંબર આઠ પાસે રહેતા તેના મિત્ર ઉમંગ ગોવિંદભાઈ ભૂતની ઓફિસે એકલો બેઠો હતો ત્યારે ત્રણેય આરોપીઓ અહીં ધસી આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, ક્યાં છે ઉમંગ ભૂત તેને બોલાવ તેનું સરનામું બતાવ તેને આજે જાનથી મારી નાખવો છે. જેથી યુવાને કહ્યું હતું કે ઉમંગ અહીંયા નથી બહાર ગયો છે આ સાંભળી આ ત્રણેય શખસો યુવાનને ગાળો- ધમકી આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્રણેય ઓફિસની બહાર નીકળતા હતા ત્યારે યુવાનનો અન્ય મિત્રો સાહિલ સુરાણી અહીં આવતા આ શખસોએ તેને પણ કહ્યું હતું કે, ઉમંગ ભૂતને બોલાવ આજે તો તેને જાનથી મારી નાખો છે. તેમ કહી તેને પણ ગાળો આપી અહીંથી જતા રહ્યા હતા. બાદમાં આ અંગે યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ઓફિસમાં ગેરકાયદે પ્રવેશ કરી યુવાનને મારમારી ધમકી આપ્યા અંગે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech