વિંઝરાણા ગામે યુવાન ઉપર ત્રણ શખ્શોએ કર્યો કુહાડી, પાઇપ વડે હુમલો

  • September 02, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના વિંઝરાણા ગામે યુવાન ઉપર ત્રણ શખ્શોએ કુહાડી, પાઇપ વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
પોરબંદરના વિંઝરાણા ગામે પાણીના ટાંકા પાસે રહેતા અને ખેતીકામ કરતા લીલા છગનભાઇ મોઢવાડીયા નામના ૪૪ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૧-૯ના સાંજે ૬ વાગ્યા આસપાસ તેના ગામમાં એક દુકાને હતો ત્યારે તેના જ ગામના અજય ઓઘડ મોઢવાડીયાએ ફોન કરીને ગામના ચોકમાં  ડાડાના મંદિર પાસે બોલાવ્યો હતો. આથી લીલો ત્યાં ગયો ત્યારે અજય ઓઘડ મોઢવાડીયા ઉપરાંત ભારવાડાનો સંજય નાગા કારાવદરા અને બોખીરાનો રાજન બોખીરીયા ત્રણે ત્યાં ઉભા હતા. અને લીલાને ગાળો બોલવા લાગ્યા હતા ત્યારબાદ સંજયે કુહાડીની મુંદર વડે માર માર્યો હતો.
 રાજન અને અજયે લોખંડના પાઇપ વડે માર માર્યો હતો આથી લીલો બુમાબુમ કરવા લાગ્યો હતો તેથી આજુબાજુમાંથી લોકો એકત્ર થઇ જતા ત્રણે  જતા રહ્યા હતા અને જતા જતા સંજયે ‘તું મારા પૈસા નહીં આપે તો મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. આથી ઇમરજન્સી સેવા ૧૦૮માં ધાયલ લીલા મોઢવાડીયાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે દાખલ કર્યો છે અને ત્યાંથી તેણે એવી ફરિયાદ નોંધાવી છે કે એકાદ વર્ષ પહેલા તેણે ભારવાડાના સંજય નાગા કારાવદરાની કાર લઇને કયાંક ગયો હતો ત્યારે ગોબો પડતા સંજયે તેના પૈસા  માંગ્યા હતા અને એ પૈસાનું મનદુ:ખ રાખીને ત્રણે શખ્શોએ માર મારીને હત્યાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવ્યુ છે ત્યારે આગળની તપાસ બગવદર પોલીસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application