આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
વાંકાનેરમા સિરામિકમાં લેબર કોન્ટ્રાકટ યુવકને મળેલ હોય જેનો ખાર રાખીને અન્ય એક કોન્ટ્રાકટરના માણસોએ ધોળા દિવસે યુવાન કોન્ટ્રાકટર પર ચાકુ અને લાકડાના ધોકા વડે જીવલેણ હત્પમલો કર્યેા હોવાની ફરીયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ધૌલપુર જિલ્લ ાના ભાડી તાલુકાના ભસૈઈ ડાંગ ગામના વતની અને હાલ વાંકાનેરના માટેલ ઠુવા રોડ પર વિકાસ હોટેલની બાજુમાં વિનુભાઈ વાઢેરના મકાનમાં ભાડેથી રહેતા અને છેલ્લ ા ચારેક વર્ષથી આ વિસ્તારમાં રહીને સિરામિક ફેકટરીઓમાં લોડિંગનો લેબર કોન્ટ્રાકટ ચલાવતા ગજરાજભાઈ અમરેશભાઈ ગુર્જર (ઉં.વ. ૩૨)એ આરોપી હરીસિંહ ટીકમસિંહ ગુર્જર રહે. ગામ, સરતાનપર, તા. વાંકાનેર, જોગેન્દ્ર સઓ રામધન ગુર્જર રહે. ગામ. સરતાનપર, તા. વાંકાનેર તથા લોકેન્દર શિવરામ રહે.ગામ, લકડધાર, તા. વાંકાનેરવાળા વિદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હરીસિંહએ ફરિયાદીના ભાગીદાર વિજયભાઇ સાથે એમ્બિટો સીરામીકમાં લોડીંગનો કોન્ટ્રાકટ રાખવા બાબતે બોલાચાલી કરેલ હોય જેનો ખાર રાખી આરોપી હરિસિંહના કહેવાથી આરોપી જોગેન્દ્ર તથા લોકેન્દર એ ફરિયાદીને સીરામીકના કારખાનામાં લોડીંગના કોન્ટ્રાકટ બાબતે માર મારવાનુ કહેતા આરોપીઓએ તેના હાથમાં રહેલ ચાકા તથા ધોકા વડે ફરિયાદીને શરીરે ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટની માધાપર ચોકડી પર કાળજું કંપાવતો અકસ્માત: રેતી ભરેલા ટ્રેલરે રોડ ક્રોસ કરતા યુવાનને કચડ્યો
લૉર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક ડંકો: 142 વર્ષમાં પહેલીવાર રમાયેલી મહિલા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત
મહેસાણાના ખેરવામાં ધોળેદિવસે સશસ્ત્ર લૂંટ: ગ્રાહકની આંખમાં મરચું નાખી, હાથની આરપાર છરો ખૂંપાવી 10 તોલા સોનું અને ₹1.5 લાખની લૂંટ
ચારે તરફ આગની લપેટો, બંધ દરવાજા... પબમાં મચી ચીસો...અંદર ફસાયેલા લોકોની હૃદયદ્રાવક કહાની
અમરનાથ યાત્રામાં કચરા વ્યવસ્થાપનનું અનોખું મોડલ, 5 લાખ શ્રદ્ધાળુઓના કચરાનું વૈજ્ઞાનિક સંચાલન, ખચ્ચરના છાણમાંથી બનશે વીજળી
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech