પતંગના દોરાએ બાળક સહિત ત્રણની જીવદોરી કાપી: ૯૩ને ઇજા

  • January 16, 2023 07:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરાયણ પર્વમાં એક તરફ લોકોએ પતંગ ચગાવવાની મનભરીને મજા માણી હતી.તો બીજી તરફ આ પર્વમાં કેટલીક કરૂણ ઘટના બનતા કેટલાક પરિવારમાં માતમ છવાય ગયો હતો. મકરસંક્રાતિ પર્વમાં રાજકોટના લોઠડામાં છ વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળું કપવવાથી કરૂણ મોત થયું હતું. આ સિવાય સૌરાષ્ટ્રમાં પતંગથી દોરીથી તરૂણ અને યુવાનનું મોત થયું હતું.
રાજકોટમાં ઉત્તારયણ પર્વથી દોરીથી ઇજાગ્રસ્ત અને ધાબા પરથી પટકાવવા સહિતની ઘટનાઓ મળી ૬૦ થી વધુને ઇજા પહોંચી હત.જયારે સૌરાષ્ટ્રમાં ૯૩ થી વધુને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.


રાજકોટમાં ઉતરાયણના તહેવાર લોહીયાણ બન્યો હતો.ગળામાં દોરી ભરાતા ૬૦ થી વધુ લોકો ધાયલ થયા હતા.જેમાં મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ તાલુકાના લોઠડા ગામે રહેતા અજય વર્મા અને સોનલ વર્માનો છ વર્ષનો પુત્ર રિષભ મકરસંક્રાતિના દિવસે બપોર બાદ પતંગ લેવા જતા હતાં.ત્યારે કોઠારીયા રોડ પર પિતા સાથે બાઇકમાં આગળ બેઠો હતો તેવામાં અચાનક તેણે ચીસ પાડતા અજયભાઇએ બાઇક ઉભુ રાખ્યું હતું.બાદમાં જોતા આ માસુમ લોહીતરબરતર થઇ ગયો હતો.પતંગની દોરીએ તેનું ગળું કાપી નાખ્યું હતું.બાદમાં તેને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવતા સારવાર કારગત નીવડે તે પૂર્વે આ માસુમે આંખો મીંચી દીધી હતી.બનાવથી પરિવાર આઘાતમાં સરી પડયો હતો.


જયારે જામનગર શહેરમા નવાગામ ઘેડ, ગાયત્રી ચોકમાં રહેતો ચિરાગ જેન્તીભાઈ પાણખાણીયા (ઉ.વ.૧૮) નામનો યુવાન ઉત્તરાયણના દિવસે બાજુના બંધ મકાનમાં પતંગલેવા માટે ગયો હતો. તેમના પગથીયા ઉતરતી વેળાએ અકસ્માતે નીચે પડી જતા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પહેલા જ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.


જૂનાગઢના મેંદરડાના ખુંટ વાડીમાં રહેતો હાર્દિક પારસ સોલંકી (ઉ.વ૧૧) નામનો બાળક પતંગ લુંટવા માટે દોડતો હતો ત્યારે અચાનક પડી જતા ગંભીર ઈજા થવાથી તેનું મોત થયાનું કેતન સોલંકીએ મેંદરડા પોલીસ મથકમાં જાહેર કર્યું છે. જેતપુરમાં મકરસંક્રાંતિના દિવસે ૧૩ જેટલા લોકો પતંગના દોરથી અને એક અગાશી પરથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયાં હતાં જેમાં એક કિશોર અને એક વૃદ્ધને મોટર સાયકલ ચલાવતા સમયે ગળાના ભાગે ચાઈનીઝ દોર આવતા ગળું કપાઈ જવાથી ગંભીર ઇજા પહોંચી હતી.
​​​​​​​
મોરબીમાં ઉતરાયણ નિમિતે કાતિલ દોરીથી ગળામાં ઇજા, હાથના આંગણામાં ઇજા, ઝાડ ઉપરથી પતંગ ઉડાડતી વખતે પડી ગયા હોય એવા દસેક લોકોને ઇજા થઇ હોવાથી આ તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે કાંતિલ દોરીથી માત્ર નાની મોટી ઇજા થઇ હોય એવા બનાવ સરકારી અને ખાનગી હોસ્પિટલમાંઆવ્યા હતા. જયારે અમરેલીમા સાવરકુંડલામા પતંગની દોરીની ૩૪ લોકોને સામાન્ય અને ૧૦ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.આમ મકરસંક્રાતિ પર્વમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક કમનસીબ ઘટનાઓ બની હતી.જેમાં રાજકોટમાં ૬૦ થી વધુને ઇજા પહોંચી હતી.જયારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ૯૩ થી વધુને ઇજા પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application