મોટી માટલી પાસે અકસ્માતમાં ધર્મગુરૂ સહિત ત્રણના મોત: મસીતીયામાં માતમ

  • October 02, 2023 12:23 PM 

ઇકો કાર - ટ્રેકટર વચ્ચે ધડાકાભેર ગમ્ખાવાર અકસ્માત સર્જાયો : બે ને ગંભીર ઇજા : આગેવાનો સહિતના હોસ્પીટલ ખાતે મોટી સંખ્યામાં દોડી ગયા : ઘેરા શોકની લાગણી


કાલાવડ-જામનગર હાઇવે પર આવેલ મોટી માટલી-ધુતારપર પાટીયા પાસે ગઇ રાત્રે ઇકો કાર અને ટ્રેકટર વચ્ચે ધડાકાભેર ગમ્ખવાર અકસ્માત સર્જાતા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠયો હતો, અકસ્માતમાં મસીતીયા ગામના ધર્મગુ સહિત 3ના મૃત્યુ નિપજતા ઘેરા શોકની લાગણી જન્મી હતી, બનાવની જાણ થતા મુસ્લીમ સમાજના આગેવાનો, માટલીના સરપંચ, સેવાભાવીઓ અને પોલીસ ટુકડી સ્થળ પર અને હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી, મોડી રાત સુધી જી.જી. હોસ્પીટલ ખાતે  ટોળે ટોળા જોવા મળ્યા હતા, આ અકસ્માતમાં બે વ્યકિતને ઇજાઓ થતા તાકીદે 108 મારફત સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતા. ધોરાજીથી જામનગર તરફ આવતા રસ્તામાં કાળ ભેટયો હતો.


જામનગર-કાલાવડ હાઇવે પર મોટી માટલી નજીક ગઇ રાત્રે ઇકો ગાડી અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો હતો, અકસ્માતના કારણે ઇકો ગાડીનો ડુચ્ચો બોલી ગયો હતો અને અંદર બેઠેલા જામનગર નજીકના મસીતીયાના પરિવારની ગાડીને અકસ્માત નડયાની જાણ થતા દોડધામ મચી હતી.


ગમ્ખવાર અકસ્માતમાં મસીતીયાના જાણીતા ધર્મગુ સૈયદ આમદશા સીદીકમીયા બાપુ (ઉ.વ.49) રહે. મસીતીયા મસ્જીદની બાજુમાં, જામનગર અને જેનમબાઇ મોહમદસીદીક બુખારી (ઉ.વ.35) રહે. રબાની સોસાયટી, જામનગર તથા આબેદાબેન હૈદરશા સીદીકમીયા મટારી (ઉ.વ.55 રહે. દરેડ)ના કણ મૃત્યુ નિપજતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, જયારે બે વ્યકિતને ગંભીર ઇજા થતા તાકીદે 108 મારફત જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, બનાવની જાણ થતા મુસ્લીમ સમાજના આગેવાન કાસમભાઇ ખફી સહિતના આગેવાનો અને મસીતીયા ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા. તેમજ ઘટના સ્થળે પણ લોકો દોડી ગયા હતા.


માટલી-ખંઢેરા રોડ ધુતારપર પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતની જાણ થતા ગામના સરપંચ, લોકો સહિતના દોડી ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, રોડ પર સર્જાયેલા અકસ્માતથી થોડો સમય વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લોકો તથા પોલીસે વાહનો સાઇડમાં લઇ પુર્વવત વાહન વ્યવહાર કર્યો હતો, આ બનાવ અંગે ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.


મસીતીયા ગામના ધર્મગુનું ઇન્તકાલ થયાની વિગતો બહાર આવતા મુસ્લીમ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, જી.જી. હોસ્પીટલ ખાતે મોડી રાત સુધી લોકોની ચહલ પહલ જોવા મળી હતી અને દુ:ખની લાગણી વ્યકત કરવામાં આવી હતી.

ધોરાજીથી જામનગર જતા અકસ્માત નડયો હતો, આ અંગે દરેડ મસીતીયા ગામમાં રહેતા દિલસાદશા હૈદરશા મટારી-સૈયદ (ઉ.વ.28)એ ફરીયાદ કાલાવડ ગ્રામ્ય ખાતે આપી હતી જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇકો વાહન ટ્રેકટરની પાછળ ભટકાતા અકસ્માતનો બનાવ બનેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application