અમરેલી પંથકમાં આપઘાતના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં લાઠીમાં માતા-પિતાની નજર સામે તળાવમાં ઝંપલાવી યુવકએ, રાજુલા અને અમરેલીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે.
બનાવની મળતો વિગત મુજબ લાઠીના હરસુરપુર દેવળીયા ગામે રહેતા નિતીન રમેશભાઇ પરમાર (ઉ.વ.21) નામના યુવકે વાંડળીયા ગામ તરફ જવાના રસ્તે આવેલા તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. યુવક પત્ની સાથે માતા-પિતા પાસે જતો હતો ત્યારે રસ્તામાં તેના માતા-પિતા મળી આવતા તેની સાથે વાતચીત કરતો હતો દરમિયાન દોટ મૂકી બાજુમાં આવેલા તળાવમાં કૂદી જતા યુવકના માતા-પિતા અને પત્ની દોડી ગયા હતા અને બુમાબુમ કરતા આસપાસના લોકો આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકને બહાર કાઢી હોસ્પિટલએ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે લાઠી પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક ડ્રાઇવિંગ કામ કરે છે. અને તેની પત્નીને મૃતકના ભાઇ તેમજ ભાભી સાથે માતાના વાસણો રાખવા તેમજ વાપરવા બાબતે મનદુ:ખ થતા આ બાબતનું મનોમન લાગી આવતા પત્નિ સાથે પોતાના બા-બાપુજી પાસે વાત કરવાં માટે જતો હતો ત્યારે પોતે દોડીને બાજુમાં આવેલ તળાવનો પાળો ટપી તળાવના પાણીમાં પડી જતા ડુબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
રાજુલામાં પરણિતાએ ફાંસો ખાધો
રાજુલાના કોવાયા ટાઉનશીપ ઇ-83માં રહેતી નિધીબેન રૂપેન્દ્રસિંધ રાજપુત (ઉ.વ.35) નામની પરિણીતાએ ગઈકાલે ઘરે હતી ત્યારે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતયા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ પીપાવાવ મરીન પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલએ ખસેડી તપાસ હાથ ધરી હતી. પરિણીતાના લગ્ન થયાને દશ વર્ષ જેટલો સમય થયો છે અને પતિ પ્રાઇવેટ નોકરી કરી છે. મૃતકના પતિ દિવ ગયા હોઈ આ બાબતે બંને વચ્ચે ઝઘડો અને બોલાચાલી થતા તેનું લાગી આવતા પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
અમરેલીમાં મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત
અમરેલીના હનુમાનપરા રોડ પર ગુણાતીત શેરી નંબર-2 માં રહેતા પુષ્પાબેન નવીનભાઈ સરવૈયા (ઉ.વ.32) નામના પરિણીતા ગઈકાલે અમરેલી આહિર સમાજ ની વાડી પાછળ રહેતા પોતાના બહેનના ઘરે હતા ત્યારે છતના હૂંકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવની જાણ અમરેલી સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી, મૃતકને ત્રણ વર્ષથી માનસિક રોગની બિમારી હોય જેની દવા પણ ચાલુ હતી આ બીમારીથી કંટાળીને જિંદગી ટૂંકાવી લીધી હોવાનું પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન દિનેશ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલ, આવતીકાલે સત્તાવાર નિમણૂક
November 22, 2024 11:52 AMહિમાચલ પ્રદેશમાં તાપમાન –૭.૫ ડિગ્રી: તળાવો અને ધોધ થીજી ગયા
November 22, 2024 11:51 AMઅદાણી ગ્રુપના શેર બીજા દિવસે પણ ૧૦ ટકા તૂટ્યા
November 22, 2024 11:50 AMભારત–અમેરિકાનો અતૂટ સંબંધ અદાણી મુદ્દાને પણ ઉકેલી લઈશું
November 22, 2024 11:47 AMભારત કે મોદી વિરુધ્ધ કોઈ પુરાવા નથી: કેનેડા
November 22, 2024 11:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech