પોરબંદરના સમુદ્રમાં ગેરકાયદેસર માચ્છીમારી કરી રહેલા ત્રણ ખલાસીઓને પોલીસે પકડી પાડયા હતા.
કોસ્ટલ સીકયુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ. માલ તથા કોસ્ટલ સીકયુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા ગુજરાત રાજ્યના દરિયાઇ વિસ્તારના જિલ્લાઓમાં ફિશરીઝ એકટની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ રાખવા સુચના થઇ આવેલ હોય તે અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહની સૂચના હેઠળ ગુજરાત રાજ્યના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી તથા અનઅધિકૃત રીતે જેમકે ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન મર્યાદાનો ભંગ તથા ગેેરકાયદેસર પધ્ધતિથી જેમકે લાઇન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઇટ ફીશીંગથી થતી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા ઇસમો વિધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કોસ્ટલ એરિયામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા તેમજ કોસ્ટલ સીકયુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરિયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા તા. ૧૨-૧૨-૨૦૨૪થી તા. ૩૧-૧૨-૨૦૨૪ સુધી પોરબંદર જીલ્લાના દરિયાઇ, દરિયાકાંઠા વિસ્તારમાં ફીશરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા ઝુંબેશ રાખવામાં આવેલ જે ડ્રાઇવ સબબ પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબાના માર્ગદર્શન હેઠળ તા. ૧૮-૧૨-૨૦૨૪ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકે તથા પોલીસ સ્ટાફના માણસો બોટ મારફતે દરિયાઇ પેટ્રોલીંગ દરમ્યાન એક ફાયબર બોટ (પીલાણુ-ઓ.બી.એમ.)માં અનઅધિકૃત રીતે ટોકન વગર ગેરકાયદેસર રીતે ફિશીંગ કરતા મળી આવતા આ બોટના ટંડેલ તથા ખલાસી તથા બોટ માલિક વિધ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ના કાયદાની કલમ-૨૧(૧)(ચ) મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકે, પોલીસ સબ ઇન્સ્પેકટર એન.કે.વાઘેલા, એ.એસ.આઇ. ફતેસીંગ ચૌધરી, એ.એસ.આઇ. ભરતકુમાર ડાયાલાલ વાઘેલા, પો. હેડ. કોન્સ્ટેબલ રાહુલ પુંજાભાઇ ધારેચા, પોલીસ કોન્સ્ટેબલ કરશન કાનાભાઇ ઓડેદરાતથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશ વિરમભાઇ બંધીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech