ચંગા ગામના પાટીયા પાસે કારખાનાના ત્રણ શ્રમિકોને વિજ કરન્ટ લાગ્યો

  • April 06, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીડી ફેરવતી વખતે ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડી જતાં બનેલો બનાવ : સારવાર હેઠળ ખસેડાયા

જામનગર તાલુકાના ચંગા ગામમાં એક કારખાનામાં કામ કરતાં ત્રણ શ્રમિકો કે જેઓ મોટી સીડી એક સ્થળેથી બીજે સ્થળે ફેરવી રહ્યા હતા, જે દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી ૬૬કેવીની વીજ લાઇનને અડી જતાં ત્રણેયને વીજ આંચકો લાગ્યો છે, અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમગ્ર મામલે વીજ તંત્ર તેમજ પોલીસ વિભાગ તપાસ ચલાવે છે.
જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે યુનાઇટેડ બ્રાસ નામની ફેક્ટરી આવેલી છે, જે ફેક્ટરીમાં કામ કરતા ત્રણ કર્મચારીઓ જીશાન પીંજારા, ભગીરથ તેમજ આસિફ રાઠોડ, કે જે ત્રણેય કર્મચારીઓ ગઇ સાંજે સીડી ને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ રહ્યા હતા, જે દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી ૬૬ કેવીની વીજ લાઈનને સીડી અડી જતાં વીજ આંચકો લાગ્યો હતો, અને ત્રણેય યુવાનો ફેકાઈ ગયા હતા.
 જે ત્રણેયને તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. આ બનાવની જાણ થતા જેટકો કંપની ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા પછી વીજ પુરવઠો પુર્વત બનાવ્યો હતો.
 સમગ્ર મામલા અંગે પોલીસને જાણ થતાં પંચકોષી એ. ડિવિઝન નો કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને ત્રણે યુવાનોના નિવેદનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ત્રણેયની તબિયત સુધારા પર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application