રાજકોટ ભુપેન્દ્ર રોડ પર આવેલી ઉપાસના હોટલમાં મહિલા સહિત ત્રણ નશાની હાલતમાં ઝડપાયા હતાં. જેી એ.ડિવિઝન પોલીસની ટીમે હોટલ સંચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.એ.ડિવિઝન પોલીસ મકના પીએસઆઇ એસ.એન.રાણા ટીમ સો પેટ્રોલીંગમાં હતાં દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેશ પરમાર, કનુભાઈ બસીયા અને કોન્સ્ટેબલ ધર્મેશભાઇ ખાંડેખાને ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ ઉપાસના હોટલના રૂમ નં.૧૦૨ મા બે શખસો દારૂ પીધેલ છે તેવી ચોક્કસ હકીકત મળતા તુરંત ત્યાં દોડી જઇ રૂમ નં.૧૦૨ મા તપાસ કરતા બે શખ્સો કેફી પ્રવાહી પીધેલ હોવાનુ જણાઇ આવતા તેનું નામ ઠામ પુછતા પોતાનુ નામ કેતન ખોડા સોલંકી (ઉ.વ.૪૭) અને સોના શખ્સે પોતાનુ નામ હીરેન ખોડા સોલંકી (ઉ.વ.૪૦), (રહે.બંને સરીતા વીહાર સોસાયટી પ્રેમ મંદીર પાસે એ.જી.ચોક, યુનીવર્સીટી રોડ) હોવાનુ ોરાતી જીભે જણાવ્યું હતું.બંને શખ્સોને પીધેલી હાલતમાં પકડી લઈ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉપરાંત ગઈકાલે જ એ ડિવિઝન પોલીસ મકના પીએસઆઇ એચ.એન.જેઠવા સ્ટાફ સો પેટ્રોલીંગમાં હતાં ત્યારે પીએસઓ તરફી વર્ધિ મળેલ કે, ભુપેન્દ્ર રોડ પર રાજશ્રી સિનેમાની સામે આવેલ ઉપાસના હોટેલમાં મહિલા ઝઘડો કરતી હોય. જેી પોલીસ ઉપાસના હોટેલ ખાતે ગયેલ ત્યા એક મહીલા પાસે પહોંચતા તે નશાન હાલતમાં હોવાનું માલુમ પડયુ હતું. જેને પોલીસ મકે લાવી નામ પુછતાછ કરતા પોતાનું નામ લારસા રાજેશસિંઘ રાજપુત (ઉ.વ.૨૯, ધંધો,કેટરર્સ, રહે સદર બઝાર, નોવા હોટેલ ટ્રેન્ડ શો રૂમની સામે, રહે. મહારાષ્ટ્ર) હોવાનું જણાવતાં ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.ઉપરાંત એ.ડિવિઝન પોલીસની ટીમે ઉપાસના હોટેલના સંચાલક ચીંતન ચેતન વેગડ (ઉ.વ.૩૨, રહે. ૧૬ પંચના પ્લોટ સૈન્ય એપાર્ટમેન્ટ) ની પુછપરછ કરતા હોટેલમાં અજયપાલ મેનેજર તા ચંદ્રમોહન દાહીત, મનોજ ગૌવરાદેવી નેપાળી અને જાહીદખાન સુલ્તાનખાન છેલ્લા ૧૦ દિવસ થી કામ ઉપર રાખેલ હોય અને જે બાબતે પોલીસ સ્ટેશનમાં કોઇ નોંધ કરાવેલ ન હોય જેી સંચાલક ચિંતન વેગડ સામે ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application