ત્રંબા નજીક નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ત્રણ ડૂબ્યા, તરુણનું મોત

  • September 18, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગઈકાલે ગણેશ વિસર્જન દરમિયાન ત્રંબા પાસે ત્રિવેણી સંગમમાં ગણેશ વિસર્જન કરવા માટે ઐંડા પાણીમાં જતા ત્રણ તણ ડૂબ્યા હતા જેમાં એક તણનુ મોત નીપયું હતું. જયારે અન્ય બે ને બચાવી લઇ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તણના મોતથી ગણેશ મહોત્સવનો અવસર પરિવાર માટે માતમમાં ફેરવાયો હતો. જે સ્થળે તણો ડૂબ્યા હતા ત્યાં તત્રં દ્રારા મંજૂરી આપવામાં આવી નહતી છતાં પરિવાર સાથે વિસર્જન માટે જતા ઘટના ઘટી હતી.
બનાવની પ્રા વિગત મુજબ ખડિયાપરામાં રહેતો પરિવાર લત્તાવાસીઓ સાથે વાજતે ગાજતે ગણેશ વિસર્જન ટેમ્પોમાં ત્રંબા નજીક નદીએ પહોંચ્યો હતો દરમિયાન ૧૫ થી ૨૦ જેટલા લોકો નદીના વિસર્જન માટે પાણીમાં ઉતર્યા હતા જેમાંથી લક્કી અશોકભાઈ મકવાણા (ઉ.વ.૧૪), રાહત્પલ પ્રવીણભાઈ રાઠોડ (ઉ.વ.૧૫) અને સૂરજ મિતેશભાઈ જાટ ઉં.વ.૧૯)ના દૂર સુધી ઐંડા પાણીમાં જતા ડૂબવા લાગતા સાથે રહેલા લોકો બૂમો પાડવા લાગ્યા હતા દરમિયાન સ્થાનિક તરવૈયાઓની મદદથી મહામહેનતે યુવક અને બંને તણને બહાર કાઢી ૧૦૮ અને ફાયરને જાણ કરતા ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેયને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા જેમાં લક્કીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર સને સાથે રહેલા લોકોમાં ગમગીની છવાઈ હતી. જયારે અન્ય તણ અને યુવકને દાખલ કરવામાં આવ્યા હતા.
મૃતક લક્કી લોધીકાના માખાવડ ગામનો છે તેના પિતા માખાવડ ગામે ખેતી કામ કરે છે, માતા હયાત નથી બે ભાઈમાં મોટો હતો અને ખડિયાપરામાં રહેતા નાના–નાની સાથે રહી ધો.૯માં અભ્યાસ કરતો હતો. તણના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application