સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રણ દિવસના યુવક મહોત્સવનો આજથી થયો પ્રારંભ

  • October 17, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 52 માં યુવક મહોત્સવનો આજે સવારે પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઇ ત્રિવેદી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કમલસિંહ ડોડીયા સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન સમારોહ પછી બપોરે 2:00 વાગ્યાથી સાહિત્ય કલા અને સાંસ્કૃતિક વિભાગની જુદી જુદી 10 સ્પધર્ઓિ યોજવામાં આવી હતી અને તેમાં 507 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. યુવક મહોત્સવના ત્રણ દિવસમાં અલગ અલગ 32 સ્પધર્િ યોજવામાં આવશે અને તેમાં 82 કોલેજના 1803 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
સમૂહ લોકવાદ્ય સંગીતની કેટેગરીમાં કોઈએ ભાગ લીધો ન હોવાથી આ સ્પધર્િ રદ કરવામાં આવી છે. જ્યારે બાકીની સ્પધર્ઓિ અંગ્રેજી ભવન એમસીએ ભવન શારીરિક શિક્ષણ અનુસ્નાતક ભવન કાનજી ભુટા બારોટ રંગમંચ ગુજરાતી ભવન આંકડાશાસ્ત્ર ભવન સંસ્કૃત ભવન વગેરેમાં આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરે 2 વાગ્યાથી આ તમામ સ્પધર્ઓિ શરૂ થઈ હતી પરંતુ આવતીકાલ થી સવારના 9:30 વાગ્યાથી જુદી જુદી સ્પધર્ઓિ શરૂ થઈ જશે.
આજે પ્રથમ દિવસે પ્રાચીન રાસની સ્પધર્મિાં ખામટા અલિયાબાડા ઉપલેટા ડુમીયાણી હળવદ રાજકોટ ની કોલેજો એ ભાગ લીધો છે. આવતીકાલે બીજા દિવસની સ્પધર્િ યોજાશે અને તેમાં જામનગર જેતપુર ધ્રોલ વાંકાનેર રાજકોટની કોલેજો ભાગ લેશે. તારીખ 19 ના શનિવારે છેલ્લા દિવસે એકાંકી સ્પધર્િ યોજવામાં આવશે અને તેમાં સુરેન્દ્રનગર ખામટા તથા રાજકોટની કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application