કેરળના પલક્કડમાં શનિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય સમન્વય બેઠક શરૂ થઈ ગઈ છે. આ ત્રણ દિવસીય બેઠક 2 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ બેઠકની અધ્યક્ષતા RSS ચીફ ડૉ. મોહન ભાગવત કરી રહ્યા છે.
આ બેઠકમાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે અને સંઘના તમામ છ સહ-સરકાર્યવાહ અને અન્ય અધિકારીઓ હાજર હતા. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં 300 જેટલા સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. RSSની આ બેઠકનું આયોજન વર્ષમાં એકવાર કરવામાં આવે છે.
વાયનાડ પર ચર્ચા
મીટિંગનું આયોજન કરતા પહેલા 30 ઓગસ્ટના રોજ, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું, આ બેઠકનો હેતુ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે. જો કે મીટીંગમાં સૌ પ્રથમ વાયનાડમાં ભૂસ્ખલન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સ્વયંસેવકોએ તમામ પ્રતિનિધિઓને વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો દ્વારા કરવામાં આવતી સહાયતા અને સેવાકીય કાર્યો વિશે માહિતી આપી હતી.
કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?
કેરળમાં અગાઉ પણ અનેક અખિલ ભારતીય સ્તરની બેઠકો યોજાઈ ચૂકી છે પરંતુ અખિલ ભારતીય સંકલન બેઠક પ્રથમ વખત યોજાઈ રહી છે. RSSની રચના વર્ષ 1925માં થઈ હતી, વર્ષ 2025માં સંઘ તેની 100મી વર્ષગાંઠ ઉજવશે તેની તૈયારીઓ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે વિજયાદશમીના અવસર પર સંઘની 100મી વર્ષગાંઠ આવી રહી છે. જેના કારણે સંઘ આ અવસર પર રાષ્ટ્ર નિર્માણ અને લોકોને મદદ કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરશે, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વ-દેશી અને નાગરિક ફરજ પર આધારિત રાષ્ટ્રવ્યાપી સામાજિક પરિવર્તનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
300 સ્વયંસેવકો જોડાયા
આ બેઠકમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ, વનવાસી કલ્યાણ આશ્રમ, વિશ્વ આશ્રમ, વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય કિસાન સંઘ, વિદ્યા ભારતી, ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિઓ ભાગ લેશે. વિવિધ સંસ્થાઓના કુલ 230 પ્રતિનિધિઓ અને 90 રાષ્ટ્રીય સ્તરના સંઘના અધિકારીઓ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
બાંગ્લાદેશ પર મહત્વપૂર્ણ ચર્ચા
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદથી હિન્દુ સમુદાયના લોકો પર અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યાં 5 ઓગસ્ટે દેશમાં શેખ હસીનાની સરકાર હટાવવામાં આવી તે દિવસે હિન્દુ લોકોના ઘરો સળગાવવામાં આવ્યા હતા. તેમના વેરહાઉસને પણ આગ લગાડવામાં આવી હતી. આ તમામ બાબતોના કારણે બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ, વિસ્થાપન અને પુનર્વસન પર પણ RSSની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech