ગુજરાત પુસ્તકાલય મંડળ-વડોદરા આયોજિત ગુજરાતના ગ્રંથપાલોની ત્રિ-દિવસીય સેમિનારનો સોમનાથ ખાતે ટુરિસ્ટ ફેસેલિટી એડિટેરીયમ ખાતે ગઈકાલે પ્રારંભ થયો હતો.
તા.૧૧ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સેમિનારમાં ગુજરાતભરના ગ્રંથપાલો, પ્રમુખો-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ સેમિનારમાં સાર્વજનિક પુસ્તકાલયને ચલાવવા માટેની માહિતી તેમાં ઉતરોત્તર સુધારો કરવો અને તેને ઈ લાયબ્રેરી બનાવવી અને જાહેર ગ્રંથાલયોના વિકાસ માટે પુસ્તક મેળવણું કમી કરવું અને ગ્રંથાલયની વિસ્તરણ પ્રવૃતિઓ વગેરે ચર્ચા થનાર છે. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટયથી થયો હતો.
સમારંભ અઘ્યક્ષ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ ગોવિંદગુરુ યુનિવર્સિટી-ગોધરા ઉદ્ઘાટક ડો.પંકજભાઈ ગોસ્વામી-નિયામક ગ્રંથાલય કચેરી-ગાંધીનગર અને અતિથિ વિશેષ સુકાન્તકુમાર સેનાપતિ-કુલપતિ-સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તેમજ સોમનાથ ટ્રસ્ટ, ટ્રસ્ટી- જે.ડી.પરમાર અને જનરલ મેજેજર વિજયસિંહ ચાવડા રહ્યા હતા. સાથો-સાથ જાહેર ગ્રંથાલયોના વિકાસ માટે રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન યોજનાનો પરિચય અપાયો હતો. સેમિનારને સંબોધતા ડો.પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે આજે સરકારે જયારે ગ્રંથાલયો માટેની ગ્રાન્ટ ૩૨ કરોડથી વધારી ૧૪૦ કરોડ જેટલી કરી છે ત્યારે આપણા પ્રપ્તનો વાંચન કેવી રીતે વધે અને સારા પુસ્તકો કેવી રીતે વધે તે કરવાની ખાસ જરૂર છે. આ સદીમાં ભલે આપણે વિકસીત થઈ જઈએ પણ સંસ્કાર અને સંસ્કૃતિ નહીં જાળવીએ તો વિશ્ર્વ ગુરુની કલ્પનામાં આપણે પાછા પડીશું.
દ્રષ્ટી, વૃત્તિ, નિષ્ઠા-સદ્ગુણો-પ્રકૃતિ અને સ્વભાવ સારો રાખી હરિકૃપાથી આપણને જે કામ મળ્યું છે તેને દિપાવીએ અને અધતન ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરીએ. માત્ર વિદ્યાર્થીઓ અને વાંચકો જ નહીં શિક્ષણ પણ ગ્રંથાલયમાં પુસ્તક વાંચવા-લેવા-દેવા જતા હોય તેવી સ્થિતી આપણે નિર્માણ કરવાની છે.
જે ક્ષેત્રમાં આપણે કામ કરી રહીએ છીએ તેમાં હરિની કૃપા જ છે માટે લોકો ઉપર દયા થાય કોઈને પીડા ન થાય તેવી પ્રાપ્ત થયેલી આ સેવાને વધુ સુંદર બનાવીએ. આ સેમિનારમાં ગ્રંથાલયમાં પુસ્તકો-વાંચકોનો સમન્વય પ્રચાર-પ્રસાર, અનુદાનના નિયમો, સાર્વજનિક ગ્રંથાલયમાં નિભાવવાના થતા રેકર્ડની જાણકારી વગેરે વિષયો આવરી લેવાય હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech