ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પાસે ગુજરાત સરકારને નર્મદા યોજના માટે નીકળતા નાણાં સતત ઉઘરાણી જતા ચૂકવવામાં આવતા નથી દિલ્હી ખાતે મળતી નર્મદા કંટ્રોલ ઓથોરિટી ની બેઠકમાં પણ અવારનવાર આ રકમ માટે રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ફરક પડતો નથી. એક અંદાજ મુજબ 7593.32 કરોડ જેવી માતબર રકમ ત્રણ રાજ્યો પાસેથી વસૂલવાની થાય છે રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં ભાજપ્ની સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર છે મહારાષ્ટ્રને કેન્દ્રમાં પણ ભાજપ્ની સરકાર છે આ બધા વચ્ચે ગુજરાત સરકારની હાલત ખરાબ થઈ ગઈ છે વર્ષોથી બાકી નીકળતી રકમ આપવામાં આ રાજ્યો ઠાગાઠૈયા કરી રહ્યા છે ત્યારે આ મામલે ભારત સરકારની દરમિયાનગીરી જરૂર હોવાનું લાગી રહ્યું છે.
હાલની સ્થિતિએ ગુજરાતને નર્મદા યોજના માટેના 7593.32 કરોડ રૂપિયાથી રકમ આ ત્રણેય રાજ્ય પાસેથી લેણી નીકળે છે. રાજસ્થાનમાં ભજનલાલ શમર્િ અને મધ્યપ્રદેશમાં મોહન યાદવ હોવા છતાં ગુજરાતને કરોડોના લેણાં ચૂકવવામાં ત્રણેય રાજ્ય ઠનઠન ગોપાલ હોય તેવી સ્થિતિ છે. ત્રણેય રાજ્ય દ્વારા ટૂકડે ટૂકડે મામૂલી રકમની ચૂકવણી કરવામાં આવે છે.
ગુજરાતને સરદાર સરોવર યોજનાના ભાગીદાર રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી બાકી લેણાં અંગે વિધાનસભા કાયર્લિય દ્વારા 21 સપ્ટેમ્બર-2024એ જારી કરાયેલી પ્રશ્નોની જવાબી માહિતીમાં આ વિગત અપાઇ છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, માર્ચ-2022 સુધી જે લેણી રકમ હતી,તેમાં નવેમ્બર-2023 સુધીમાં ત્રણમાંથી બે રાજ્ય મહારાષ્ટ્ર અને સબ ગ્રૂપ્ની રચના પણ કરવા છતાં ગુજરાતને મળવાની રકમનો મોટો હિસ્સો આપવાનો બાકી છે. સરદાર સરોવર નિગમ દ્વારા પણ લગભગ દર મહિને ગુજરાતને લેવાના થતા બાકી રૂપિયા અંગે ત્રણેય રાજ્યોને પત્ર લખી યાદ કરાવવામા આવે છે.
રાજસ્થાન દ્વારા કુલ મળીને ફક્ત રૂ. 66.43 કરોડ જ ચૂકવાયા છે. તે પછી ડિસેમ્બર-2023માં મહારાષ્ટ્ર તરફથી 26.55 કરોડ મળીને કુલ 65.67 કરોડ અને બાકીના બે રાજ્યની મળીને કુલ 92.98 કરોડ રૂપિયાની રકમ મળી છે. નવેમ્બર-2023ની સ્થિતિએ ગુજરાતને કુલ 7593 કરોડ રૂપિયાની કમ લેણી નીકળે છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીની નવી દિલ્હી ખાતે યોજાતી બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા સતત લેણાની રકમ જલદી મળે તે માટે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઇ ફર્ક પડ્યો નથી.
ગુજરાતની રજૂઆત ધ્યાને ગુજરાતને નર્મદા યોજનામાં કેપિટલ શેર કોસ્ટ અને વિશાળ બંધના મેઇન્ટેન્સ-ઓપરેશન પેટે થતા ખર્ચની રકમ લેવાની થાય છે. તેમાં વિવાદીત અને બિન વિવાદીત એમ બન્ને રકમનો સમાવેશ થાય છે.આ ત્રણેય રાજયોમા ભાજપ્ની સરકાર છે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ભાજપ્ની સંપૂર્ણ બહુમતિની અને મહારાષ્ટ્રમાં પણ ભાજપ સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં ભાજપ્ના વડપણ હેઠળની સરકાર હોવા છતાં વર્ષોથી બાકી નીકળતા નર્મદા યોજનાના લેણાં અંગે કોઇ રાજયોનુ રુવાડુ પણ ફરકતુ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યા હશે કે ન તો જોયા હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech