ખાંભામાં ત્રણ, ઉપલેટામાં સવા બે, ઉનામાં દોઢ અને તાલાલામાં સવા ઈંચ વરસાદ

  • September 26, 2023 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા સાયકલોનિક સકર્યુલેશનની અસરના ભાગપે ગઈકાલથી રાયના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ એન્ટી સાઇકલોનિક લોની તાકાત વધી જતા વરસાદનું જોર ઘટી ગયું છે. રાજસ્થાનના નોખરા, જોધપુર અને બાડમેરથી નૈઋત્યનું ચોમાસુ પાછુ ખેંચવાની શઆત થઈ ચૂકી છે અને તેના કારણે ગુજરાતમાં ભારે વરસાદના બદલે સામાન્ય ઝાપટા પડી રહ્યા છે. આજે સવારે છ વાગે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૩૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે.એમાં એક ઈંચ કે તેનાથી વધુ વરસાદ માત્ર પાંચ તાલુકામાં જ નોંધાયો છે. અમરેલી જિલ્લાના ખાંભામાં ત્રણ, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સવા બે, ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં દોઢ,અમરેલી જિલ્લાના સાવરકુંડલા, જુનાગઢ શહેર અને વંથલીમાં અડધોથી પોણો ઈંચ વરસાદ  થયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application