કૂનો નેશનલ પાર્કના ત્રણ દક્ષિણ આફ્રિકી ચિત્તાને ખુલ્લા જંગલોમાં છોડવામાં આવ્યા

  • May 20, 2023 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના એકમાત્ર ચિત્તાઓનું ઘર મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કના નાના-મોટા વાડામાં છેલ્લા 90 દિવસ વિતાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાના ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ દરમિયાન ત્રણ દક્ષિણ આફ્રિકાના ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા હતા. ત્રણેયને અલગ-અલગ સમયે વિરુદ્ધ દિશાઓમાં છોડવામાં આવ્યા છે. ખુલ્લા જંગલમાં ચિત્તાઓને છોડતી વખતે સીસીએફ ઉત્તમ કુમાર શર્મા, ડીએફઓ પ્રકાશ કુમાર વર્મા અને કૂનો ફોરેસ્ટ ડિવિઝનના અધિકારીઓ હાજર રહ્યા હતા.



પ્રાપ્ત માહિતી મુજબ પ્રમાણે કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા પ્રોજેક્ટને લઈને ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. ભૂતકાળમાં ટાસ્ક ફોર્સની બેઠકમાં 5 ચિત્તાઓને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્રણ ચિત્તાઓને છોડવામાં આવ્યા છે. સૌપ્રથમ માદા ચિતા ગામીનીને છોડવામાં આવી હતી. ત્યારબાદ બે નર ચિત્તા વાયુ અને અગ્નિને પશ્ચિમ અને પૂર્વ દિશામાં છોડવામાં આવ્યા જેથી તેઓ વિશાળ જંગલમાં ફરી શકે.



કૂનો મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે માદા ચિત્તા ગામીનીને છોડવા માટે ચિત્તા મોનિટરિંગ ટીમ, વેટેરિયન અને અધિકારીઓએ તેનું પરીક્ષણ કર્યું અને ત્યારબાદ તેને પશ્ચિમ બીટના દૂરના જંગલમાં લઈ જવામાં આવી અને છોડી દેવામાં આવી. ત્યારબાદ નર ચિત્તાઓને છોડવાની અજમાયશ શરૂ કરવામાં આવી નર ચિત્તા વાયુ અને અગ્નિને પૂર્વ બીટમાં છોડવામાં આવ્યા હતા.


હવે ખુલ્લા જંગલમાં ચિત્તાઓની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે. આ વર્ષે 18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા 12 ચિત્તાઓમાં માદા ચિત્તા ગામિની, નર ચિત્તા વાયુ અને અગ્નિ સામેલ છે જે ચિતાઓને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application