રાજકોટમાં ત્રણ પીએસઆઈ, એક જમાદારે રાજીનામા ધરી દીધા, ભારે ચર્ચા

  • November 09, 2023 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર પોલીસમાં હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા ત્રણ-ત્રણ પીએસઆઈ તથા એક જમાદારે ટપોટપ રાજીનામા ધરી દેતાં પોલીસ બેડામાં ભારે ચર્ચા  જાગી છે. ચારેય પોલીસ કર્મીઓએ નોકરી છોડવા માટેનું કારણ શું? એવું તો શું બન્યું કે બનતું હશે કે પીએસઆઈ કક્ષાના અધિકારીએ રાજીનામા આપવા પડે? શું તેઓના કોઈ અંગત કારણો હશે જેથી આવું પગલું લીધું હશે કે પછી કોઈને કોઈ કનડગત કે આવી બાબતોને લઈને (ના) રાજીનામા આપ્યા હશે? આ મુદ્દો પોલીસ હેડ કવાર્ટર કમ્પાઉન્ડથી લઈ શહેર પોલીસમાં ચાર પોલીસ કર્મીના સામેથી રાજીનામા આપવા ભારે ચચર્સ્પિદ બન્યો છે.
રાજકોટ શહેર પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) એમ.કે.ચૌહાણ, ડી.એમ.પરમાર તથા એમ.એમ.ઝરમરિયાએ તથા જમાદાર નરેન્દ્રવન દેવશંકરભાઈએ પોતાને ફરજમાંથી કાયમી મૂક્તિ આપવા રાજીનામા ધરી દીધા હોવાનું જાણવા મળે છે. પોલીસ હેડ કવાર્ટરના જ ચાર-ચાર પોલીસ કર્મીઓમાં ત્રણ પીએસઆઈના ટપોટપ રાજીનામા પડતા શહેર પોલીસમાં પણ ભારે હલચલ મચી છે. રાજીનામા પોલીસ હેડ કવાર્ટરથી લઈ પોલીસ કમિશનર કચેરી સુધી ચચર્નિો મુદ્દો બન્યો છે. રાજીનામા ઉચ્ચ અધિકારીના ટેબલ સુધી પણ વહન કરી ચૂકયાનું જાણવા મળે છે.


હેડ કવાર્ટરમાં ચાર પીએસઆઈ પૈકી ઝરમરિયાના ભાગે માઉન્ટેડની કામગીરીનો ચાર્જ હોવાની પણ વાત છે. આવા સંજોગોમાં ચાર પૈકીના ત્રણ-ત્રણ પીએસઆઈ કોઈને કોઈ કારણો કે બાબતોને લઈને રાજીનામા આપી દેતાં (જો કે, હજી ઉચ્ચ કક્ષાએથી મંજૂર ન થયાનું જાણવા મળે છે) અને જો મંજૂર થશેતો એક સાથે અર્ધોઅર્ધ પીએસઆઈની ઘટ ઉભી થશે. એકતો હાલના સંજોગોમાં પણ ખેંચ હશે અને આવુ બનશે તો વધુ વર્કલોડ વધશેની પણ વાત છે.

પોલીસ હેડ કવાર્ટરમાં અત્યારે છ પીએસઆઈ, બે પીઆઈ અને એસીપી મળી નવ અધિકારી છે. જેમાં બંદોબસ્ત, કેદી પાર્ટીથી લઈ આવી ફિલ્ડવર્કની ફરજ પીએસઆઈના ભાગે હોય છે. બન્ને પીઆઈને કમ્પાઉન્ડમાં હેડ કવાર્ટરના કર્મચારીઓ સંદર્ભની કામગીરી તેમજ સમગ્ર સુપરવિઝન એસીપી કક્ષાના અધિકારીનું રહેતું હોવાની વાત છે. ફિલ્ડવર્કમાં રહેતા છ પીએસઆઈમાં એક પીએસઆઈ કયુઆરટી (ક્વિક રિ-ઓપ્ન્સ ટીમ) એક બીડીએસ (બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ)માં હોવાનું જયારે અન્ય ચારના ભાગે હેડકવાર્ટર સંબંધી બંદોબસ્ત, કેદી પાર્ટી (કેદીઓને રાજકોટ જેલમાંથી મુદતે રાજ્યમાં અન્ય શહેરો, જિલ્લ ામાં લઈ જવા કે કોઈ ગુનેગારોને રાજકોટથી અન્યત્ર જેલોમાં મુકવા સંબંધિત ફરજ) રહેતી હોવાની વાત છે.


ત્રણ-ત્રણ પીએસઆઈ અને એક જમાદાર એ પણ માત્ર પોલીસ હેડકવાર્ટરના જ ચાર કર્મીઓના ટૂંક્ાગાળામાં રાજીનામા પડયા છે, ખરેખર ફરજમાંથી કાયમી ખસદ (મૂકિત) લેવા માટેનું કારણ શું? કોઈ બિમારી હશે? ઉંમર હશે? પારિવારિક કામકાજ? પોતાના અંગત કોઈ ધંધા, વ્યવસાય, વ્યવહાર હશે? હવે બહુ નોકરી કરી નિરાંત માણએ એવા વિચારે રાજીનામા આપ્યા હશે. આમ 58 વર્ષે તો નિવૃત્ત થતાં જ હોય છે. ત્યારબાદ પણ અનેક પોલીસ કર્મીથી લઈ અધિકારીઓ એવા છે કે, કયાંકને કયાંક ફરી ખાનગી કંપ્નીઓથી લઈ આવા કોઈ સ્થળે ફરજ જોઈન્ટ કરીને પ્રવૃત્ત બન્યા રહે છે. ત્યારે નોકરી પુરી થવાનો (નિવૃત્તિ) સમ, મહિનાઓ બાકી છે. એવા સમયે સામેથી જ રાજીનરમા આપ્યા છે. ખરેખર રાજીનામા છે કે (ના) રાજીનામા? એ ચચર્િ ચાલી છે.


કહેવાય છે કે, રાજીનામા સંદર્ભે સ્થાનિક ઉચ્ચસ્તરથી પૂછાણ પણ કરાયું હતું અંગત કારણો જ ગણાવાઈ રહ્યા છે. માટે ખરેખર પોલીસ હેડ કવાર્ટરમાં રાજીનામા પડવા બાબતે ઓન પેપર અંગત કારણ હોવાથી જે વાતો કે ચર્ચાઓ ચાલી રહી છે તે ઓનપેપર કાંઈ ન હોવાથી અફવાપ જ માની કે ગણવી રહી.
"

રખેને ના છૂટકે આ રસ્તા પર બીજા કોઈ દોરવાય નહીં તે ચકાસવું જરૂરી
રાજીનામા સંદર્ભે તો અંગત કારણોસર જ રાજીનામા આપ્યા હોવાની વાતો છે. ખરેખર અંગત કારણ છે કે, પછી કોઈ કામગીરી, કોઈ કનડગત, અધોગતિ, કોઈ પરેશાની છૂપાયેલી છે? આ બાબતે ઉચ્ચસ્તરિયેથી રાજીનામા બાબતે સાચુ કારણ જાણવા માટે પણ ખાનગીરાહે તપાસ થવી જોઈએ, જો પોતાની મરજી કે અંગત કારણોથી રાજીનામા આપ્યા હોય તો તેમનો પર્સનલ ઈસ્યુ કહેવાય અને જો કોઈ બીજી બાબત હોય ખરેખર રાજીનામા નહીં (ના) રાજીનામા હોય તો કોઈ ઉકેલ કે નિવેડો લાવવો જોઈએ જેથી કરીને આ રસ્તા તરફ બીજા કોઈ દોરવાય નહીં તે ઉંડાણપૂર્વક ચકાસવું જરી હોવાની ચર્ચા જો અને તો જેવી ચર્ચા છે.

મનસ્વી શબ્દનો મનમાન્યો ઉપયોગ થતો હોવાની પણ જો અને તો જેવી વાત
પોલીસ કચેરીઓમાં કયાંક કયાંક નાના કર્મચારીઓ કે તેમને અપાતી નોટિશો, ખુલાસા પૂછાણમાં મનસ્વી રીતે વર્તન કે મનસ્વી આવા શબ્દનો મનમાન્યો કે મનઘડત ઉપયોગ થતો હોવાની પણ આંતરિક બુમરાડ હોવાની વાતો વહી રહી છે. કોઈ ધાયર્િ પ્રમાણે ન ચાલે કે આવું કાંઈ બને અથવા કોઈ કારણોસર અણગમો આવે તેવા કર્મીને મનસ્વી શબ્દના ઉપયોગથી લેખિત ફટકાર અપાતી રહે છેની ચચર્િ છે. મનસ્વી એટલે શું? તે બાબતે કોઈ સ્પષ્ટીકરણ ન હોવાથી કર્મીઓ પણ ગોટે ચડતા રહે છે. ખરેખર મનસ્વી શબ્દનો (દૂર) ઉપયોગ થતો હોય તો અયોગ્ય બાબત ગણી શકાય. એવી પણ વાત છે કે, તાબાના અધિકારી કોઈ લેખિત ખુલાશો પૂછે અને એ કર્મી વાંકમાં ન હોય અને ઉચ્ચસ્તરિય રજૂઆત કરે કે ફલાણા સાહેબ મનસ્વી રીતે વર્તીને ખોટા હેરાન કરે છે તો એ ર્ક્મીઓ સંબંધિતો તાબાના અધિકારીઓને કણાની જેમ ખૂંચવા લાગતા હોય છે. જો તપાસ કરવી હોય તો આવા કર્મીઓના નામ ઉચ્ચસ્તરથી જ ગુપ્ત રાખવા જોઈએ નહીં તો અંદરનું કે સાચુ કહેનારા જ ભોગ બનતા રહેશેનો પણ એ છૂપો ડર સમાયેલો હશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application