સિકકામાં પત્ની અને સાસુને મારી નાખવાની ધમકી

  • July 29, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફરીયાદ કરવા જતા નાઘેડીના શખ્સે માથાકુટ કર્યાની રાવ

સિકકામાં પત્ની અને સાસુ સાથે માથાકુટ કરીને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી દીધાની નાઘેડીના શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સિકકા ટીપીએસ કોલોની કવાર્ટર નં. ૩૦૧/૧ ખાતે રહેતી અશ્ર્વીનીબા કુલદીપસિંહ પરમાર (ઉ.વ.૨૭) નામની યુવતિના પતિ કુલદીપસિંહએ ફરીયાદીના માતાને ફોન પર અપશબ્દો બોલ્યા હતા, આથી ફરીયાદી તથા તેના માતા પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા જતા હતા ત્યારે ડીસીસી ગેઇટ પાસે આરોપીએ ત્યાં આવીને ફરીયાદી અશ્ર્વીનીબા તથા તેના માતા સાથે માથાકુટ કરીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
આ અંગે અશ્ર્વીનીબા દ્વારા ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં નાઘેડી ગામ કુમાર છાત્રાલયની બાજુમાં માતૃઆશિષ બંગલો ખાતે રહેતા કુલદીપસિંહ નટુભા પરમાર નામના શખ્સ સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨) મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application