પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ થતા ચકચાર
દ્વારકા નજીક આવેલી ખાનગી કંપનીમાં કેટલાક શખ્સોને અનધિકૃત રીતે પ્રવેશ કરી, કંપનીના પ્લાન્ટમાં મોબાઈલ રેકોર્ડિંગ કરવા ઉપરાંત ફરજ પર રહેલા કર્મચારીઓને ગાળો ભાંડી, ફડાકા ઝીંકી દઈને મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતો ભાયા વેરશી લુણા નામનો શખ્સ થોડા દિવસ પૂર્વે દ્વારકાથી આશરે ૩૮ કિલોમીટર દૂર આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાં સ્થિત કંપની માટે સલામતીની દ્રષ્ટિએ મહત્વની એવી અને પ્રતિબંધિત એફ્લ્યુટ પોન્ડ પાસે આવી અને અનઅધિકૃત રીતે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવતું હતું.
આ વિડીયો રેકોર્ડિંગ કરવા માટે કંપની કર્મચારી રોશન રાઘવેન્દ્રકુમાર મિશ્રા દ્વારા ના પાડતા આરોપી ભાયા વેરશી લુણા તથા સાથે રહેલા અન્ય ચાર અજાણ્યા શખ્સોએ એક સંપ કરી ગેરકાયદેસર રીતે મંડળી રચીને ઉશ્કેરાઈને ફરિયાદી રોશન મિશ્રા તેમજ તેમની સાથે રહેલા અન્ય કર્મચારીઓને બિભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી. આટલું જ નહીં, આરોપીઓએ ફરજ પર રહેલા કંપની કર્મચારીને ફડાકા ઝીંકી દઈ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું રોશન રાઘવેન્દ્રકુમારની પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ પ્રકરણ અંગે દ્વારકા પોલીસે ચાર અજાણ્યા સહિત પાંચેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા ૪૪૭ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech