લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે, તેમના મોબાઈલ પર બે વાર મેસેજ આવતા આ અંગે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ધમકી આપ્નારા શખ્સે પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય હોવાનો દાવો કર્યો છે.
પપ્પુ યાદવના પીએ મોહમ્મદ સાદિક આલમે કહ્યું કે તેમના મોબાઈલ પર બે મેસેજ આવ્યા હતા, જેમાં મોકલનાર, પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવતો હતો, તેણે સાંસદને મારી નાખવાની ધમકી આપી હતી. યાદવના અંગત સહાયક મોહમ્મદ સાદિક આલમે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જણાવ્યું કે ગુરુવારે તેમને તેમના મોબાઈલ ફોન પર બે સંદેશા મળ્યા, જેમાં મોકલનાર, બિશ્નોઈ ગેંગનો સભ્ય હોવાનો દાવો કરીને ધમકી આપી રહ્યો હતો.
ફરિયાદને ટાંકીને આલમે જણાવ્યું હતું કે પહેલો મેસેજ રાત્રે 2.25 વાગ્યે મળ્યો હતો જ્યારે બીજો સવારે 9.49 વાગ્યે આવ્યો હતો. આલમે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓને જાણ કયર્િ બાદ તેણે તરત જ પોલીસને આ મામલાની જાણ કરી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દેવેશ કુમાર મહાલાએ જો કે આ મુદે કોઈ જવાબ આપ્યો ન હતો. તાજેતરમાં 2 નવેમ્બરના રોજ, બિહાર પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવાનો દાવો કર્યો હતો, જેણે જેલમાં બંધ ગેંગસ્ટર બિશ્નોઈના સહયોગી તરીકે દશર્વિીને તાજેતરમાં યાદવને ફોન પર ધમકી આપી હતી.
પૂર્ણિયા પોલીસે ટેકનિકલ ટીમની મદદથી અગાઉ નવી દિલ્હીથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મહેશ પાંડે તરીકે ઓળખાતા આરોપીનો કોઈ ગેંગ કનેક્શન નથી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
ધરપકડ કરાયેલી વ્યક્તિ નવી દિલ્હીમાં ઘણી જગ્યાએ કામ કરી ચુક્યો છે અને ઘણા પ્રતિષ્ઠિત લોકો સાથે તેના સંબંધો છે. તેણે એમ્સની કેન્ટીનમાં પણ કામ કર્યું છે. તેનો મોબાઈલ અને સિમ મળી આવ્યા છે. તેણે દુબઈથી સિમ લીધું હતું. તેની ભાભી ત્યાં રહે છે. તે દુબઈ ગયો હતો અને ત્યાંથી આ સિમ લાવ્યો હતો. તપાસમાં ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈ ગેંગ સાથે કોઈ કનેક્શન બહાર આવ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર જિલ્લામાં શિયાળાના પગરવ
November 08, 2024 01:27 PMજામનગરમાં આજે જલારામ જયંતિ નિમિતે લોહાણા સમાજનું ભવ્ય નાતજમણ: આરતી
November 08, 2024 01:26 PMસોની વેપારીના અપહરણ - ખંડણીના ગુન્હામાં પાંચ ઇસમો ઝબ્બે
November 08, 2024 01:26 PMબોખીરાની આવાસ યોજનામાં બનાવાયેલી શાકમાર્કેટ અત્યંત બિસ્માર હાલતમાં
November 08, 2024 01:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech