દ્વારકામાં વિપ્ર યુવાનના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો

  • November 28, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા અને યજમાનવૃત્તિ કરતા આશિષભાઈ લક્ષ્મીકાંતભાઈ પાઢ નામના 48 વર્ષના બ્રાહ્મણ યુવાને થોડા દિવસો પૂર્વે પોતાના પુત્રના લગ્ન હોવાથી તેમણે તારીખ 20 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી દ્વારકામાં રામધુન પાસે આવેલા દેવી ભુવન હોટલના રૂમ ભાડેથી રાખ્યા હતા. તેમ છતાં પણ ચેતન નામના શખ્સે ફરિયાદી આશિષભાઈને દેવી ભુવનનો હોલ ખાલી કરવાનું કહ્યું હતું. જેથી તેમણે તારીખ 23 સુધી ભાડે રાખેલ હોવાનું કહી આ હોલ ખાલી કર્યા ન હતા. આ બાબતનો ખાર રાખીને આરોપી ચેતન તથા સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના ઘરે જઈને બહાર બોલાવી, ફરિયાદી આશિષભાઈ તથા તેમના પરિવારજનોને બિભત્સ ગાળો ભાંડી હતી.


આટલું જ નહીં, આરોપીઓ દ્વારા ટાંટિયા ભાંગી, જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે તમામ ત્રણ શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application