તેલંગણામાં મળ્યા હજાર વર્ષ જૂના લોહયુગના અવષેશો !

  • November 08, 2023 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તેલંગણાના મેડચલ-મલકાજગીરી જિલ્લામાં મુદચુ થાલાપલ્લીની સીમમાં ત્રણ હજાર વર્ષ જૂનું ગોળાકાર જીઓગ્લિફ મળી આવ્યું છે. આ જીઓગ્લિફ 7.5 મીટરના વિસ્તારને આવરી લેતા નીચાણવાળી ગ્રેનાઈટ ટેકરી પર બનાવવામાં આવ્યું હતું.મહત્વનું છે કે આ વર્તુળની આજુબાજુ 30-સેમી પહોળી કિનારી છે, જયારે વર્તુળની અંદર બે ત્રિકોણ છે. પુરાતત્વવિદ્ અને પ્લિચ ઈન્ડિયા ફાઉન્ડેશનના સીઈઓ, ડો શિવનાગીરેડ્ડી એ ટીમ સાથે સ્થળની મુલાકાત લીધી અને જીઓગ્લિફ્સની તપાસ કરી. તેમણે તેને તેલંગાણામાં આ પ્રકારની પ્રથમ શોધ ગણાવી છે.

જીઓગ્લિફની ઉંમર જાણવા માટે ડો શિવનગિરેડ્ડીએ પ્રાગૈતિહાસિક રોક કલાના નિષ્ણાત પ્રોફેસર રવિ કોરીસેતરની મદદ લઈને, પ્રોફેસર કોરીસેતરે આ જીઓગ્લિફને આયર્ન યુગ તરીકે વર્ણવ્યું હતું જે 1000 બીસી કે તેથી વધુ સમયની છે. કોરીસેતરે જણાવ્યું કે આ ચક્ર મહાપાષણ યુગમાં અંતિમ સ્થળ કે પછી કોઈ વિશેષ પ્રયોજન માટે તૈયાર કરવામાં આવ્યું હશે. આ ચક્ર સભ્યતાની અન્ય જાણકારી માટે મહત્વનું મોડલ સાબિત થઇ શકે છે.
મહત્વનું છે કે જિયોગ્લિફના પુરાતત્વીય મહત્વને ધ્યાનમાં રાખીને, ટીમે મુડીચુલાપલ્લી ગામના લોકોને આ સ્થળની સુરક્ષા કરવા અપીલ કરી છે. પ્લિચ ઈન્ડિયા ફાઉન્ડેશનના રિસર્ચ એસોસિએટ સનાથને જણાવ્યું હતું કે આ સ્થળને મહારાષ્ટ્રના રત્નાગિરી ક્ષેત્રમાં પ્રસિદ્ધ કોંકણ પેટ્રોગ્લિફ સાઇટ્સની જેમ પુરાતત્વીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી શકે છે. આ સ્થળ હૈદરાબાદ અને સિકંદરાબાદથી 30-40 કિલોમીટરના અંતરે છે. આ સાથે જીઓગ્લિફ ઉપરાંત, પુરાતત્વીય ટીમે જીઓગ્લિફથી માત્ર પાંચ મીટર દૂર કેટલીક ખાણોની પણ ઓળખ કરી છે, જે 4000 બીસીની આસપાસ નવાપાષણ સમયગાળાની હોવાનું માનવામાં આવે છે. એક કિલોમીટરની ત્રિજ્યામાં ત્રણ પ્રાગૈતિહાસિક ખડકોના આશ્રયસ્થાનો મળી આવ્યા છે, જે બળદ, હરણ, શાહુડી અને માસ્ક પહેરેલા માનવ આકૃતિઓના રૂપમાં કોતરેલા છે. ટીમના જણાવ્યા અનુસાર, આ કલાકૃતિઓ મેસોલિથિક અને ગાંગાલિક સમયગાળાની છે. ટીમે આ સ્થળને પુરાતત્વીય મહત્વના ગણીને સાચવવાના ઉપાયો પર કામ કરવાનું શરૂ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application