રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોન અિકાંડ થયા બાદ આવા અન્ય પણ સ્થળો છે કે જો આગની લપેટમાં આવે તો માનવીય જીવહાની થઈ શકે છે. રાજકોટ મહાપાલિકાના જ પાપે જે રીતે ગેમ ઝોન અિકાંડ થયો આ જ રીતે રખે ને કૂદરત ન કરે પરંતુ નાકરાવાડી પાસેના ખુલ્લ ા મેદાનમાં રોજિંદા રાજકોટ શહેરનો ઠાલવાતો હજારો ટન કચરો જો સળગ્યો તો આસપાસના ગામો કે ગ્રામવાસીઓની સ્થિતિ કેવી થશે અને આ આગ કાબુમાં લેવી પણ કયારેક મહામુસીબત જેવી બની શકશે. છેલ્લ ા એક દશકાથી વધુ સમયથી ડમ્પીંગ સાઈટ પર પ્રોસેસીંગ પ્લાન બનાવવાની વાતોના વડા કરતા મહાપાલિકાના નિભરં તંત્રએ આવો ગેમ ઝોન જેવો અિકાંડ ન સર્જાય તે પૂર્વે જ નાકરાવાડી પાસે વ્હેલી તકે જ આ હજારો ટનકચરાનું પ્રોસેસીંગ થાય કે પ્લાન વહેલો ચાલુ થઈ જાય તેવી કોઈ યોજના બનાવીને નાકરાવાડીના લાખો ટન કચરાનું નિરાકરણ લાવવું જોઈએ.
રાજકોટ શહેરમાં રોજિંદા ઘરે ઘરે જઈને કચરો એકત્રિત કરાઈ છે અને ત્યાંથી નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પર આ કચરો ઠાલવવામાં આવે છે. એકરોમાં રહેલી આ જગ્યા પર કચરાના મોટા પર્વત કે ગજં ખડકાઈ ગયા છે. આ ધનકચરાનો નિકાલ કરવા માટે પ્રોસેસીંગ પ્લાન યુનિટ બનાવવાની મહાપાલિકાએ એક દશકા પહેલા જાહેરાત કરી હતી. હંજર બાયોટેકને કામ સોંપાયું હતું પરંતુ કોઈ કારણોસર આ પ્લાન સફળ ન થયો.
ફરી મહાપાલિકા દ્રારા સોલિડ વેસ્ટના નિકાલ અને પ્રોસેસીંગ માટે અન્ય કંપની સાથે કરાર કરીને કામ સોંપવામાં આવ્યું હતું. જોકે અમદાવાદની આ કંપની પણ મહાપાલિકાની શરતો અને સમય મર્યાદામાં ઉણી ઉતરી આ પ્લાન ૫૮ માસમાં પૂર્ણ કરવાનો હતો. છતાં પૂર્ણ ન થયો. આરટીઆઈ એકિટવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્રારા નાકરાવાડીના ધનકચરા વિશે આસપાસના ગ્રામવાસીઓ માટેનો ખતરો અને અવાર નવાર કોર્પેારેશનના અધિકારીઓને રજૂઆતો કરાતી હતી. ગ્રીન ટ્રીબ્યુનલમાં પણ તેઓ દ્રારા ફરિયાદ કરાઈ હતી. કોર્પેારેશન તંત્રને પણ ગ્રીન ટ્રીબ્યુનલની ફટકાર પડી હતી.
આ નવી કંપની દ્રારા પણ સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થયું અને વધુ સમય માગતા કોર્પેારેશને સરેન્ડર થઈને આ કંપનીને વધુ સમય પણ ફાળવ્યો. ગત માર્ચ માસમાં આ નવા ૧૪ માસની મુદત પણ પૂર્ણ થઈ.આમ છતાં હજુ આ પ્લાન્ટના કોઈ નેઠા છે નહીં. અહીં કોર્પેારેશન દ્રારા રોજિંદા રાજકોટ શહેરનો હજારો ટન કચરો ઠાલવવામાં આવે છે. ત્યાં સલામતી સુરક્ષાની કોઈ વ્યવસ્થા પણ નથી. જો આ કચરામાં કયારેક કંઈક મોટી આગ લાગી તો મોટા વિસ્તારમાં ફેલાયેલો આ કચરાના ડુંગરો આગની લપેટમાં આવશે અને ત્યારે શું સ્થિતી સર્જાશે તે કલ્પના કરવી પણ અઘરી છે. નવ નિયુકત મ્યુનિ. કમિશનર દેસાઈ અત્યાર સુધી મહાપાલિકાના પર્યાવરણ વિભાગની કાગળ પર ચાલતી કાર્યવાહી બાબતે ખરેખર ગ્રાઉન્ડ વર્ક કરાવી શકશે ખરા? વહેલી તકે આ પ્લાન્ટ કાર્યરત થાય તે તાતી જરૂર છે. આ ખાનગી કંપનીઓના કારણે મહાપાલિકાને વધારાનો ૨૯ કરોડનો બોજ પણ દડં પેટે સહન કરવો પડો છે તેવું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech