પોરબંદરના ઉદ્યોગનગરમાં આવેલ રેલ્વે ફાટક પર હાલ ચોમાસા દરમિયાન તંત્રએ વરસાદી પાણીના નિકાલ માટેનું નાળુ બનાવવાની કામગીરી શ કરતા હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી વહેલીતકે કામગીરી પુર્ણ કરવામાં આવે તેવી રજુઆત થઇ છે.
પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,પોરબંદર શહેરના ઉદ્યોગનગર રેલ્વે ફાટક પર વરસાદી પાણીના નિકાલ માટે નાળુ બનાવવાની કામગીરી શ કરી છે જેના કારણે લોકોને અવરજવરમાં પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે,વાસ્તવમાં આવી કામગીરી ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે કરવાની હોય છે પરંતુ આગ લાગે ત્યારે જ કુવો ખોદવામાં માનતું પોરબંદરનું બેદરકાર તંત્ર અત્યારે પાણીના નિકાલ માટેનું નાળુ બનાવતું હોવાથી ઉદ્યોગનગર અને રોકડીયા હનુમાન મંદિર વિસ્તારની સોસાયટીના હજારો લોકોને ખુબ મોટી નુકસાની વેઠવી પડી રહી છે.
રેલ્વે ફાટક બંધ થતા વાહનચાલકોને ઓવરબ્રીજ પરથી પસાર થઈને રોંગસાઈડમાં જવાની ફરજ પડે છે,એટલું જ નહી પરંતુ ઉદ્યોગનગરમાં કામ કરવા જતા શ્રમિકોથી માંડીને કારખાનેદારોને પણ બે કિમીના આ ઓવરબ્રીજને ઓળગીને પસાર થવું પડે છે,આ વિસ્તારમાં અનેક સ્કુલો સહિત હોસ્પિટલો આવેલી છે,ત્યાં જતા વિદ્યાર્થીઓથી માંડીને દર્દીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે.
રામદેવભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે,લોકોની મુશ્કેલીનો વહેલીતકે અંત આવે તે માટે તંત્રએ નાળુ બનાવવાની કામગીરીને વહેલીતકે પુર્ણ કરવી જોઈએ કારણકે તોડી નખાયેલા રોડમાંથી પસાર થતા પાણીના પ્રવાહમાંથી લોકો જીવના જોખમે પસાર થાય છે.હજુ ચોમાસું પુર્ણ થવાને વાર છે વધુ વરસાદ વરસે તેવી શક્યતાઓ જણાઈ રહી છે ત્યારે કોઈ જાનહાની થાય તે પહેલા તંત્રએ નાળુ બનાવવાની કામગીરીને પુરી કરાવવી જોઈએ તેવી માંગણી પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech