ફેસબુકમાં હજારો કર્મચારીઓને મળ્યું ખરાબ રેટિંગ, શું ફરીથી થશે છટણી?

  • February 20, 2023 06:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

અમેરિકન ટેક કંપની મેટાએ ગયા વર્ષે નવેમ્બરમાં મોટા પાયે છટણી કરી હતી. કંપનીએ લગભગ 13 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આ પગલાની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. ત્યારે ફરી એકવાર કામગીરીની સમીક્ષાનો એક રીપોર્ટ બનાવવામા આવ્યો હતો. આ રીપોર્ટમાં હજારો કર્મચારીને ખરાબ રેટિંગ મળ્યુ છે. તેથી હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફરી એકવાર કંપની કર્મચારીઓને છૂટા કરવાનું વિચારી રહી છે!


તાજેતરમાં મેટા કંપનીમાં કામગીરીની સમીક્ષાનું મુલ્યાંકન કરવામા આવ્યું હતું. આ રીપોર્ટમાં હજારો કર્મચારીઓને તેમના કામનું રેટિંગનો રેન્ક ‘સબપાર’ રેન્ક મળ્યો છે. તેનો મતલબ એવો થાય છે કે તેમના કામનું મુલ્ય ખરાબ છે. આપણે કર્મચારીની ખરાબ રેટિંગ મળ્યાની સંખ્યાની વાત કરીએ તો સાત હજાર કર્મચારીઓને ખરાબ રેટિંગ મળ્યું છે. આ જોતા એવી સ્થિતિમાં ફરી એકવાર કંપનીમાંથી કર્મચારીઓની છટણી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.


ઇતિહાસમાં પ્રથમ વખત છટણી

કંપનીમાં કરેલી છટણીની વાત કરીએ તો અગાઉ નવેમ્બર 2022માં મેટાએ 13 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. એટેલે કે સંખ્યા પ્રમાણે વાત કરીએ તો અંદાજીત ૧૧૦૦૦ લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી. કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે આ નિર્ણયની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. આ સિવાય તેમણે છટણી માટે માફી પણ માંગી હતી. ફેસબુકના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું જ્યારે કંપનીએ કર્મચારીની છટણી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application