આગામી હોળી-ધુળેટી તહેવારને લઇ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.જેમાં ખાસ કરીને ધૂળેટી પર્વમાં જાહેરમાં કલર ઉડાવનાર સામે પોલીસ ગુનો નોધવા સહિતની કાર્યવાહી કરશે તેવું જણાવાયું છે.
આગામી તા.૧૩/૦૩/૨૦૨૫ ના રોજ હોળી તથા તા.૧૪/૦૩/૨૦૨૫ ના રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે. આ ધાર્મિક તેમજ સામાજિક પર્વની ઉજવણી રાજકોટ શહેરના જુદા-જુદા મહોલ્લાઓ, સાર્વજનીક જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓમાં થતી હોય છે. ઉત્સવમાં પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ, જાહેર જગ્યાઓએ જતાં આવતાં રાહદારીઓ ઉપર તથા એક બીજા ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, અથવા તૈલી પદાર્થો, કે તૈલી વસ્તુઓ ફેંકતાં હોય છે જેને લીધે જાહેર રસ્તાઓ-શેરીઓ- ગલીઓમાં ચાલતા જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની તેમજ જાહેર સલામતી જોખમાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવી શકયતા નકારી શકાય નહીં
હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તા ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. આ હોળી પર્વની ઉજવણી શાંતી અને કોમી એખલાશભર્યા વાતાવરણમાં થાય અને જાહેર સલામતી તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, હોળી તેમજ ધુળેટીના તહેવાર દરમિયાન કોઈપણ પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ ઉપર કે જાહેર જગ્યાઓ ઉપર જતાં આવતાં રાહદારીઓ ઉપર કે એક બીજા ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ ફેંકવા નહીં. તે માટેના સાધનો પોતાની સાથે લઈ જવા નહીં તથા હોળી ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા નહીં તેમજ જાહેર રસ્તાઓ ઉપર આમ તેમ દોડવું નહી કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનુ વર્તન કરવું નહીં. જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત થાય કે કોઈને કે પોતાને ઈજા કે જાનહાની થાય તેવી કોઈપણ પ્રવૃતિથી ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવું નહી.આ જાહેરનામું તા.૧૩/૦૩/૨૦૨૫ ના રાત્રીના ૧૨ થી તા.૧૪/૦૩/૨૦૨૫ ના રાત્રીના ૧૨ સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech