રાજકોટ સિવિલ હોસ્પિટલની સરકારી જગ્યામાં દબાણ કરી ધરાર ચલાવવામાં આવતા અન્નક્ષેત્રના કારણે હોસ્પિટલના દર્દીઓ અને તેના સ્વજનો કરતા રખડતું ભટકતું જીવન જીવતા અને લુખ્ખાઓ વધુ મફતનું જમવા માટે આવી અહીં જ સુઈ રહ્યા છે. જેના કારણે હોસ્પિટલમાંથી વખતો વખત વાહન–મોબાઈલની ચોરી, દાની કોથળીઓ ભરેલા બાચકાઓ અને પીધેલી હાલતમાં દાડિયાઓ પકડાવવાના બનાવો હવે રોજિંદા બની રહયા છે. દિવસ રાત પડા પાથર્યા રહેતા લુખ્ખા તત્વોના કારણે હોસ્પિટલમાં ગઈકાલે મોટી ઘટના બનતા સ્હેજમાં અટકી હતી.આવતા હોવાથી દર્દી દાખલ ન હોય એવા લોકો પણ હોસ્પિટલમાં મફત જમવાનું મળતું હોવાથી હોસ્પિટલ કેમ્પસમાં પહોંચી ત્યાં જ જમીને ત્યાં જ સુઈ જઈ રહ્યા છે. ગઈકાલે હોસ્પિટલની સિકયોરિટીએ આવા ૧૫થી વધુ લોકોને તગેડા હતા. કે જેમના કોઈ સગાવ્હાલા કે પોતે પણ બીમાર નહતા છતાં હોસ્પિટલમાં પડા પાથર્યા હોવાનું ખુલ્યું હતું. આવા તત્વોને પ્ર.નગર પોલીસ પણ પેટ્રોલીંગ દરમિયાન ઉઠાવી પોલીસ મથકે લઈ જવાય છે પરંતુ ઠોસ કાર્યવાહી ન થવાના વાંકે આવા તત્વો ફરી હોસ્પિટલમાં પહોંચી પોતાના ઈરાદા પાર પાડી રહ્યા છે
એમ્બ્યુલન્સ સંચાલકોની વોર્ડ સુધી ગોઠવણ
સિવિલ કેમ્પસ, પોલીસ ચોકી અને પીએમ મની આસપાસ જ બેઠેલા પ્રાઇવેટ એમ્બ્યલન્સના સંચાલકો સામે હોસ્પિટલ તત્રં અને પ્રનગર પોલીસ જાણે ઘૂંટણિયે પડું હોઈ તેમ લાગી રહ્યું છે, એમ્બ્યુલન્સ સંચાલકો ચા–પાણીનું ગોઠવી દેતા હોવાથી બિન્દાસ્તથી આટા ફેરા કરે છે. અને ઇમરજન્સી વિભાગ અને વોર્ડ સુધી પહોંચી દર્દી વેન્ટીલેટર ઉપર હોઈ ત્યાં જ ભાડા બાંધવા માટેની ગોઠવણ કરી લેવામાં આવે છે. દર્દી મૃત્યુ પામતા જ એમ્બ્યુલન્સ સંચાલકો પીએમ મે પહોંચી મસમોટા ભાડા વસુલ કરી રહ્યા છે. આ ભાડા બાંધવા માટે વોર્ડમાં જ કેટલાક કર્મચારીઓ દર્દિના સગાને ફોન નંબર આપે છે અને તેન બદલામાં કમિશન આપવામાં આવે છે.
બનાવ બન્યો ત્યાં એક પણ સીસીટીવી ચાલુ નથી
હોસ્પિટલમાં પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ વખતમાં લાખો પિયાના સીસીટીવી લગાવવાના અને મેઇન્ટેનેન્સના લાખો પિયાના બિલ બન્યા હતા પરંતુ આ સીસીટીવી લાગ્યા છે કે નહીં એ તો ટેન્ડર મેળવનાર અને સિવિલના જવાબદારો જ જાણતા હશે. પરંતુ ગઈકાલના બનાવએ સિવિલની સીસીટીવીની સુરક્ષાની પોલ ખોલી દીધી છે, જે જગ્યાએ નર્સ સાથે ન થવાનું થાત ત્યાં લગાવવામાં આવેલા ચાર જેટલા સીસીટીવી માંથી એક પણ સીસીટીવી ચાલુ નથી.
અમરજીત અગાઉ દારૂના બાચકા સાથે પકડાતા પોલીસે જવા દીધો હતો
મહિલા નસગ કર્મીને લૂંટ કે અન્ય કોઈ ઇરાદે છરી બતાવી હત્પમલો કરનાર અમરજીત યાદવ ૩૧ જુલાઈના હોસ્પિટલ કેમ્પસમાંથી જ દેશી દાની કોથળીઓ ભરેલા બાચકા સાથે સિકયોરિટીએ પકડી પાડો હતો અને પ્ર.નગર પોલીસને સોંપ્યો હતો. પરંતુ પોલીસે દાખલાપ કાર્યવાહી ન કરતા શખ્સ કેમ્પસમાં અવાર–નવાર જોવા મળી રહ્યો હતો. અને ગઈકાલે ફરી ચિક્કાર નશાની હાલતમાં લૂંટ કે અન્ય ઈરાદો પાર પાડવા સુધીની હિંમત કરી હતી. આ બનાવના પડઘા સમગ્ર હોસ્પિટલના નસગ આલમમાં પડા છે અને મહિલા કર્મચારીઓની સુરક્ષા સામે પણ સવાલ ઉઠા છે.
ટ્રોમા બિલ્ડીંગ પાછળના ભાગે આવેલઈ જગ્યામાં ઓર્થેા વિભાગ સહિતના ડોકટર્સ, નસગ કર્મચારીઓ પોતાના વાહન પાકિગ કરતા હોઈ છે, ગઈકાલે ઓર્થેા વિભાગમાં ફરજ બજાવતા મહિલા નસગ કર્મચારી ફરજ પુરી કરી ઘરે જવા માટે પાર્કીગમાંથી સ્કૂટર બહાર કાઢતા હતા ત્યારે અંધારાનો લાભ લઇ પાછળથી આવેલા શખ્સએ નર્સને ડૂમો આપી છરી બતાવી હતી. જો કે નર્સની સતર્કતાથી પોતે બચાવો સિકયોરિટી બૂમો પાડતા જ ટ્રોમા સેન્ટરના પાછળના ગેટ પાસેથી ફરજ પરના સિકયોરિટી ગાર્ડ દોડતો આવ્યો હતો, ગાર્ડને જોતા જ શખ્સ ભાગીને ઇમરજન્સી વિભાગમાં ઘુસી જતા ગાર્ડએ પીછો કરી પકડી પાડી પોલીસને જાણ કરતા શખ્સ પાસેથી દાની કોથળીઓ મળી આવી હતી. પકડાયેલો મૂળ યુપીનો અને સિવિલ હોસ્પિટલ પાસેજ ફટપાથ પર રખડતું ભટકતું જીવન જીવતો અમરજીત રાજવંશીપ્રસાદ યાદવને પ્ર.નગર પોલીસ મથકે લઇ જવાયો હતો પરંતુ નસગ કર્મચારીએ ફરિયાદ કરવા ના કહેતા પોલીસે છરી રાખવા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં ચાલતા બે–બે અન્નક્ષેત્ર ઉપરાંત કેટલીક સેવા સંસ્થાઓ પણ નાસ્તો સહિતના આપવા માટે કેમ્પસમાં દિવસ રાત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMઉત્તરકાશીમાં 3.5ની તીવ્રતાનો કંપન અનુભવાયો, લોકોમાં ગભરાટ
January 24, 2025 10:44 AMગૌતમ ગંભીરે મારી નાખવાની ધમકી દીધી હોવાનો પૂર્વ ક્રિકેટરનો આક્ષેપ
January 24, 2025 10:42 AMમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech