શિયાળામાં અનેક રોગોનું જોખમ વધી જાય છે. ત્યારે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે વારંવાર ચેપ લાગવાનું જોખમ રહેલું છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે તેમનું શરીર ઘણા પ્રકારના રોગો અને ચેપ સામે લડવામાં સક્ષમ હોય છે. રોગપ્રતિકારક શક્તિ શરીર માટે રક્ષણાત્મક કવચની જેમ કામ કરે છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન સીથી ભરપૂર વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ. આ વસ્તુઓનું જ્યુસ બનાવીને પણ પી શકો છો. આ શાકભાજીમાંથી જ્યુસ પણ બનાવી શકો છો. ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ શાકભાજી અને ફળોનો રસ બનાવીને પી શકો છો.
જ્યુસ બનાવવાની રીત
બીટ, ગાજર અને આદુની છાલ ઉતારી લો. સફરજન અને આ ત્રણ વસ્તુઓના નાના ટુકડા કરી લો. પછી તેને મિક્સર અથવા જ્યુસરમાં નાખો અને મિક્સ કરો. જો જ્યુસ વધારે ઘટ્ટ લાગે તો જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો. જો તેને ગળ્યું બનાવવા માંગો તો તેમાં મધ ઉમેરી શકો છો. એક ગ્લાસમાં જ્યુસ કાઢીને ફ્રેશ સર્વ કરો. સ્વાદ માટે આમળા અને ફુદીનાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો.
જ્યુસના ફાયદા
હેલ્થલાઈન અનુસાર બીટ, ગાજર, આદુ અને સફરજનમાંથી બનાવેલ જ્યુસ શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. આ જ્યૂસમાં એન્ટીઓક્સીડેન્ટ, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી9 અને વિટામિન સી જેવા પોષક તત્વો મેળવી શકાય છે. આ જ્યુસ રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ત્વચા, વાળ અને પાચન માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેને ABC જ્યુસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ જ્યુસનું સેવન કરવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. લોકો શિયાળામાં પાણી ઓછું પીવે છે. તેઓ આ જ્યુસનું સેવન કરી શકે છે. જ્યારે શરીરમાં લોહીની માત્રા ઓછી હોય છે, ત્યારે બીટ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી લાલ રક્તકણોને વધારવામાં મદદ મળે છે. તેમજ આ જ્યુસમાં રહેલા પોષક તત્વો ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે સુપ્રીમ કોર્ટમાં પ્લેસીસ ઓફ વર્શીપ એકટને પડકારતી અરજીઓ પર સુનાવણી
December 12, 2024 11:15 AMએ.ટી.એમ. સાથે ચેડા કરી અને પૈસા ઉપાડનાર ટોળકી જામીનમુક્ત
December 12, 2024 11:13 AMમસ્ક ૪૦૦ બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા પ્રથમ વ્યકિત
December 12, 2024 11:13 AMતમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદન લીધે એલર્ટ, શાળાઓ બંધ
December 12, 2024 11:12 AMપતિની સંપતી પર હિન્દુ મહિલાઓનો કેટલો અધિકાર? સુપ્રીમ કોર્ટ આપશે પ્રશ્નનો ઉકેલ
December 12, 2024 11:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech