સામાન્ય રીતે લોકો સૌથી મોંઘી, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અથવા શહેરો વિશે વાત કરે છે પરંતુ ભારતની સૌથી મોંઘી ડિગ્રી વિશે મોટાભાગે લોકો નથી જાણતા. આ હાંસલ કરવા માટે કોઈપણ સામાન્ય વ્યક્તિએ કરોડો રૂપિયા ખર્ચવા પડી શકે છે.
તબીબી શિક્ષણ સૌથી મોંઘુ
ભારતમાં સૌથી મોંઘુ શિક્ષણ મેડિકલ ક્ષેત્રે ગણાય છે. મોંઘી ડિગ્રીની યાદીમાં તેને ટોચ પર રાખવામાં આવી છે. કારણ કે સરકારી કોલેજોને છોડીને MBBSની ડિગ્રી મેળવવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડી શકે છે. બેચલર ઑફ મેડિસિન અને બેચલર ઑફ સર્જરીની ફી પણ વધુ છે.
MBAનો ખર્ચ ત્રીસથી ચાલીસ લાખ
માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે MBA પણ સૌથી મોંઘી ડિગ્રીની યાદીમાં સામેલ છે. કારણ કે, ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી MBA કરવા માટે ઓછામાં ઓછા 20 થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ખાનગી કોલેજોમાં વધુ ફી ચૂકવવી પડી શકે છે. જો આમાં હોસ્ટેલ અને અન્ય ખર્ચ ઉમેરવામાં આવે તો આ આંકડો પચાસ લાખને પાર કરી જાય છે.
એન્જિનિયરિંગ ડિગ્રી
એન્જીનીયરીંગ એ ભારતમાં ટ્રેન્ડીંગ ડીગ્રીઓમાંની એક છે. એન્જિનિયરિંગમાં ઘણી બ્રાન્ચો છે અને આ બ્રાન્ચ પ્રમાણે ફી પણ વધે છે. ઉદાહરણ તરીકે, એરોસ્પેસ એન્જિનિયરિંગ કરવા માટે 20 થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ પણ ખૂબ ખર્ચાળ છે. જો કે તે કોલેજ પર આધાર રાખે છે. આ ઉપરાંત મિકેનિકલ અને કેમિકલ એન્જિનિયરિંગમાં પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
આ અભ્યાસક્રમોમાં ખર્ચ પણ ઓછો
મેડિકલ, મેનેજમેન્ટ અને ટેક્નોલોજીના ક્ષેત્રો સિવાય પણ એવા ઘણા ક્ષેત્રો છે જેમાં ડિગ્રી મેળવવી સરળ નથી. લો, બીફાર્મ અને હોટેલ મેનેજમેન્ટ જેવા ઘણા કોર્સ છે, જેની કિંમત લાખો રૂપિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech