સ્કોટિશ વૈજ્ઞાનિકો સંશોધનના આધારે એઆઈ ઉપકરણો વિકસાવી રહ્યા છે. ભવિષ્યમાં, ડિમેન્શિયા શોધવા માટે મોંઘા મગજ પરીક્ષણોની જરૂર રહેશે નહીં. આંખની તપાસ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને જાહેર કરશે. સ્કોટિશ વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધન મુજબ, આંખના પરીક્ષણો પ્રારંભિક તબક્કામાં ડિમેન્શિયા જેવા ગંભીર મગજના રોગોને શોધવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, આંખની તપાસ દ્વારા ડિમેન્શિયાના પ્રારંભિક સંકેતોને ઓળખવા માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી શકાય છે. આ ટેકનોલોજી આંખના રેટિનામાં દેખાતી રક્તવાહિનીઓ અને નર્વસ સિસ્ટમની પેટર્નને સમજવામાં મદદરૂપ થશે.
ડિમેન્શિયાને ઓળખવા અને અટકાવવા માટેની નવી તકનીકો ગેમ ચેન્જર બની શકે છે. ન્યુરઆઈ નામની એક સંશોધન ટીમે સ્કોટલેન્ડના આંખના ડોકટરો પાસેથી 10 મિલિયન આંખના પરીક્ષણ અહેવાલો એકત્રિત કયર્.િ આ વિશ્વનો સૌથી મોટો ડેટા સેટ છે. ડેટાનો ઉપયોગ કરીને, સંશોધકો હવે એઆઈ ટેકનોલોજી દ્વારા રેટિનામાં નાના ફેરફારો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંશોધનનું માર્ગદર્શન આપ્નારા પ્રોફેસર બલજીત ધિલ્લોન કહે છે કે આંખો મગજના સ્વાસ્થ્ય વિશે ઘણું કહી શકે છે. આ સંશોધનના આધારે, એક એવું ઉપકરણ વિકસાવવા પર કામ ચાલી રહ્યું છે જેથી આંખના ડોકટરો તેને નિયમિત તપાસમાં સામેલ કરી શકે. આનાથી સમયસર ડિમેન્શિયા શોધવાનું સરળ બનશે. જો શરૂઆતના તબક્કામાં જ ડિમેન્શિયાનું નિદાન થઈ જાય, તો આ રોગને આગળ વધતા અટકાવી શકાય છે.
ભારતમાં 88 લાખ વૃદ્ધો પ્રભાવિત
દુનિયાભરમાં ડિમેન્શિયાના કેસ વધી રહ્યા છે. ભારતમાં, 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 88 લાખ લોકો આ રોગથી પીડિત છે. અમેરિકન ઓપ્ટોમેટ્રિક એસોસિએશન ભલામણ કરે છે કે 18 થી 64 વર્ષની વયના પુખ્ત વયના લોકોએ દર બે વર્ષે આંખની તપાસ કરાવવી જોઈએ, જ્યારે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને વાર્ષિક તપાસ કરાવવી જોઈએ.
ડિમેન્શિયા શું છે?
ડિમેન્શિયા એ એક માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે જેમાં વ્યક્તિની વિચારવાની, યાદ રાખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આ એક પ્રકારનો મગજનો રોગ છે જે ઘણીવાર ઉંમર સાથે વધતો જાય છે, પરંતુ તે માત્ર ઉંમરની અસર નથી. ડિમેન્શિયા ધરાવતી વ્યક્તિને રોજિંદા કાર્યો કરવામાં મુશ્કેલી પડી શકે છે, જેમ કે કોઈનું નામ યાદ ન રાખવું, દિશાઓ ભૂલી જવી, અથવા સરળ પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી અનુભવવી. ડિમેન્શિયા ઘણી બધી બાબતોને કારણે થઈ શકે છે, જેમ કે અલ્ઝાઈમર રોગ, પાર્કિન્સન રોગ, અથવા બ્લડ પ્રેશરને કારણે મગજને નુકસાન થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech