રાજકોટ આજે જાહેર થયેલા બોર્ડના પરિણામો અંગે વિદ્યાર્થીઓને એક હૃદયસ્પર્શી સંદેશો આપતા રાજકોટ શહેર જિલ્લ?વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલ, મહામંત્રી એડવોકેટ નયનભાઈ કોઠારી તથા સહમંત્રી જીતુભાઈ લખતરીયાએ જણાવ્યું છે કે વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, જરા દિલથી વિચારો સચિન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયા હતા અને આજે મહારાષ્ટ્ર બોર્ડના દશમાં ધોરણમાં સચિન ઉપર એક પાઠ ભણાવવામાં આવે છે.
અમિતાભ બચ્ચન રેડીયોની પરીક્ષામાં ફેઈલ થયા હતા અને આજે આખી દુનિયા બચ્ચન સાહેબના અવાજ ઉપર ફીઘ્ર છે. મોરારીબાપુ દશમામાં ત્રણ વખત નાપાસ થયા હતા પરંતુ આજે ત્રણ વખત પી.એચ.ડી. કરેલા લોકો પણ બાપુને નવ-નવ દિવસ સુધી પલાંઠી વાળીને સાંભળે છે. પ્રમુખસ્વામી મહારાજે ધોરણ ૬ સુધી અભ્યાસ કરેલો છતાંયે વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા હજારો મંદિરો તથા સ્કૂલ-હોસ્પિટલોનું નિર્માણ કર્યું. મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્થિલ, બિલ ગેટ્સ, ધીરુભાઈ અંબાણી વગેરે મહાનુભાવો પણ નાપાસ થયા હતા અથવા ઓછા માકર્સ લાવ્યા હતા. હાલમાં ઉચ્ચ સ્થાને બિરાજતા ઘણાં ઓફિસરો નાપાસ થયા પછી કે ઓછા માર્ક્સ લાવ્યા પછી પણ સફળ થયા છે. એવું નથી કે પાસ થાય એજ સફળ થાય પરંતુ નાપાસ થયા પછી પણ સફળ થઈ શકાય છે. શરત એટલી કે જીવતા રહેવું જોઈએ! માટે કદાચ ઓછા ટકા આવે કે નાપાસ થાઓ તો પણ આપઘાત કરવાનું તો સપનામાં પણ ન વિચારશો. ઉપરવાળાએ જિંદગી જીવવા માટે આપી છે, મરવા માટે નથી આપી. જે વિદ્યાર્થીઓને આપઘાત કરવાનો વિચાર આવે એ લોકોએ રસોડાના બારણાં પાછળ સંતાઈને કામ કરતી પોતાની માતાના ચહેરા સામે ધારી-ધારીને જોયા કરવું અને પોતાની જાતને પૂછવું કે કોણ મોટું, તેને ૯-૯ મહિના ઉદરમાં રાખી મોતની સામે બાથ ભીડી તેને જન્મ આપનાર અને આટલો મોટો કરનાર એની માં મહત્વની છે કે મારું પરિણામ? જો હું આત્મહત્યા કરીશ તો મારી વહાલી માં પર શું વીતશે ? પંખે લટકાયેલો નિષ્પ્રાણ છેક જયારે જનેતા અને પિતા જશે ત્યારે એની શું હાલત થશે? તમે બોર્ડમાં સારા માકર્સ લાવશો તો તમારા માબાપને અવશ્ય ગૌરવ થશે પણ તમે ઓછા ટકા લાવશો કે નાપાસ થશો તો તમારા માબાપનું માથું શરમથી ઝૂકી જશે એવો ભ્રમ મગજમાંથી કાઢી નાખજો. મોટા ભાગના આપઘાત સમાજમાં આપણી શું આબરૂ રહેશે એવી ખોટી બીકના લીધે જ થતા હોય છે. આવી ખોટી માન્યતા મગજમાંથી કાઢી નાંખો વિદ્યાર્થી ભાઈ-બહેનો અભ્યાસમાં ખુબ મહેનત કરી. મહેનત કરવામાં આળસ ને કરવી. પરીક્ષા આપ્યા પછી જે પરિણામ આવે એને સહર્ષ સ્વીકારતા શીખવું અને ઉજવળ ભવિષ્ય માટે ફરીથી પ્રયત્ન કરો. વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો યાદ રાખો જાન હૈ તો જહાન હૈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application