BREAKING NEWS

આમાં આપણી જીત નથી, ટ્રમ્પને ભૂતપૂર્વ રક્ષણ વડાએ ચેતવ્યા

  • July 16, 2026 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ, માર્ક એસ્પરે ચેતવણી આપી છે કે અમેરિકા ફકત હવાઈ હત્પમલાઓ પર આધાર રાખીને ઈરાન સાથે યુદ્ધ જીતી શકશે નહીં. તેમણે કહ્યું કે સતત બોમ્બમારાથી તેહરાનનું વલણ બદલાવાની શકયતા નથી.
આ નિવેદન એવા સમયે આવ્યું છે યારે રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પે ઈરાન પર હત્પમલાઓને વધુ તેજ બનાવવાનું આહ્વાન કયુ છે. બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષે મધ્ય પૂર્વમાં તણાવ પેદા કર્યેા છે માર્ક એસ્પરે કહ્યું કે ફકત લશ્કરી કાર્યવાહી આ કટોકટીનો કાયમી ઉકેલ પ્રદાન કરશે નહીં.દરમિયાન, તેહરાનની આસપાસ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય થવાના અહેવાલો બહાર આવ્યા છે. ઈરાની શહેર બોજર્ડ નજીક પણ વિસ્ફોટો થયા હોવાના અહેવાલો છે. જો કે, આ વિસ્ફોટોનું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ્ર નથી, અને બંને પક્ષે સત્તાવાર રીતે તેની પુષ્ટ્રિ કરી નથી.
આ દરમિયાન, જાહેર લાઇટ ટ્રેકિંગ વેબસાઇટસે કેટલાક યુએસ લશ્કરી વિમાનોને આ વિસ્તાર પર ઉડતા દર્શાવ્યા છે. આમાં ત્રણ કેસી–૧૩૫ અને બે કેસી–૪૬એ રિયુઅલિંગ વિમાનનો સમાવેશ થાય છે. હવાઈ દેખરેખ અને પ્રારંભિક ચેતવણી માટે ઉપયોગમાં લેવાતું ઈ–૩ અવાકસ વિમાન પણ જોવા મળ્યું હતું.જાહેર લાઇટ ટ્રેકિંગ સેવાઓ પર જોવા મળતા વિમાનો લશ્કરી પ્રવૃત્તિના સંપૂર્ણ હદને પ્રતિબિંબિત કરતા નથી. ઘણા લશ્કરી વિમાનો સુરક્ષા કારણોસર તેમના સ્થાનો જાહેર કરતા નથી. તેથી, વાસ્તવિક લશ્કરી પ્રવૃત્તિ ઘણી મોટી હોઈ શકે છે.એ નોંધનીય છે કે અમેરિકા અને ઈરાને એકબીજા સામે ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકાએ ઘણા ઈરાની ઠેકાણાઓનો નાશ કરવાનો દાવો કર્યેા છે. બીજી બાજુ, ઈરાને પણ યુએસ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application