આ માવઠું નથી, પ્રધાનમંત્રી શિમલા મનાલી યોજના છે

  • November 27, 2023 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વણનોતર્યા મહેમાન જેવા માવઠાને કારણે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો માટે રોવાનો વારો આવ્યો છે અને આવી જ રીતે સંખ્યાબંધ લગ્ન પ્રસંગો પણ બગડ્યા છે. આમ છતાં સોશિયલ મીડિયામાં માવઠાની ઘટનાને પોઝિટિવ લઈને અનેક પ્રકારના મેસેજ વાઇરલ થઈ રહ્યા છે.


આવા એક મેસેજમાં જણાવાયું છે કે આ માવઠું નથી પરંતુ દિવાળીના તહેવારોમાં સીમલા મનાલી ફરવા નહીં જઈ શકેલા પરિવાર માટે પ્રધાનમંત્રી સીમલા મનાલી યોજના છે. લોકોને ઘર આંગણે હિલ સ્ટેશનનો અનુભવ કરાવે તેવું વાતાવરણ આ યોજના અંતર્ગત ઉભું કરવામાં આવ્યું છે.
રવિવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. જેના કારણે દિવસે પણ રાત જેવું અંધારુ થઈ ગયું હતું. વાદળિયા વાતાવરણની સાથો સાથ ભેજનું પ્રમાણ વધી જતાં અને વરસાદની સાથે કરા પડતા એકાએક ગરમી ગાયબ થઈ ગઈ હતી અને ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું. આજે આખો દિવસ વરસાદ થયો નથી પરંતુ, સવારથી ભેજવાળા વાતાવરણને કારણે ધૂમ્મસ છવાઈ હતી. આકાશમાં લોઅર લેવલે ભેજ ભરેલા વાદળો છવાયા હતા અને તેના કારણે વાતાવરણ વધુ આહલાદક બન્યું હતું.


માવઠુ થયું હોવા છતા લોકોએ સોશિયલ મીડિયામાં તેની ભરપૂર મજા લીધી હતી. અનેક જગ્યાએ બેથી ત્રણ ઈંચ બરફના થર જામી ગયા હતા. ટાઢોડુ છવાઈ ગયું હોવા છતાં લોકો વાહનો લઈને બહાર નિકળી ગયા હતા. બ્રિજ જેવા સ્થળોએ વાહનો રાખીને ત્યાં પથરાયેલી બરફની ચાદર પર ખુલ્લ ા પગે ફરીને આનંદ મેળવ્યો હતો. સાથો સાથ તેના વીડિયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application