ના...ના...આ કોઈ સુપરમાર્કેટ માંથી ખરીદેલા સામાનનું બીલ નથી, પણ મલ્ટીપ્લેક્સ થિયેટર માંથી ખરીદેલી પોપકોર્નનું બીલ છે

  • July 04, 2023 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લોકો રજાના દિવસે પરિવાર કે મિત્રો સાથે ફિલ્મ જોવાનું પસંદ કરતા હોય છે. ફિલ્મ જોતી વખતે પોપકોર્ન ખાવાની મજા કંઇક અલગ જ હોય ​​છે, આ મજા હવે એટલી મોંઘી થઈ ગઈ છે કે, આ માટે લોકોએ ખિસ્સા ઢીલા કરવા પડે છે. હાલ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક યુઝરે મૂવી થિયેટરમાંથી તેનું મોંઘા પોપકોર્નનું બિલ શેર કર્યું છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં લેવાયેલા આ મોંઘા પોપકોર્ન બિલને જોઈને લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.



રવિવારના રોજ એક ટ્વિટર યુઝરે પોતાના ટ્વીટમાં મૂવી થિયેટરનું બિલ શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું, '55 ગ્રામ ચીઝ પોપકોર્નની કિંમત 460 રૂપિયા છે અને કોલ્ડ ડ્રિંકની 600 મિલીની બોટલની કિંમત 360 રૂપિયા છે. એટલે કે આ બંને વસ્તુઓની કુલ કિંમત રૂ.820 છે. આ બીલ નોઈડાના મોલ ઓફ ઈન્ડિયાના પીવીઆરની હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલમાં ફિલ્મની ટિકિટની કિંમત સામેલ નથી.


ટ્વિટર પર આ વાયરલ પોસ્ટ પર યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવા જાઓ, લંચ-ડિનર કરવા માટે નહીં.એક અન્ય યુઝરે લખ્યું કે આમાં થોડા પૈસા ઉમેરી દો તો ગેસનું સીલીન્ડર આવી જાય.' થિયેટરમાં માત્ર એકવાર મૂવી જોવી એ OTT પ્લેટફોર્મની એક વર્ષ લાંબી મેમ્બરશીપ કરતાં પણ મોંઘું છે. આમાં સિનેમા હોલમાં પરિવાર સાથે ફિલ્મો જોવી હવે અશક્ય બની ગઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application