આજે અયોધ્યાની ગલીએ ગલીમાં અલગ જ રોનક જોવા મળી રહી છે. અયોધ્યાના તમામ માર્ગો,અયોધ્યાનું રેલવે સ્ટેશન પ્રભુ શ્રી રામના રંગમાં રંગાઈ ગયુ છે. ઍરપોર્ટ પર પણ ભગવાનની આભા ઝલક્તી જોવા મળી રહી છે. અયોધ્યા નગરીમાં દરેક વ્યક્તિના ચહેરા પર અલગ જ રોનક અને આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોય પણ કેમ નહીં પ્રભુ શ્રી રામ સાડા પાંચસો વર્ષના અંતરાલ બાદ અયોધ્યામાં તેમના મંદિરમાં વિરાજમાન થયા છે. લગભગ સાડા પાંચસો વર્ષ પહેલા બાબરના સેનાપતિ મીર બાંકીએ પોતાની સાહી સેના સાથે આવીને રામ મંદિર તોડી નાખ્યું હતું. આ યુદ્ધ છ દિવસ સુધી ચાલ્યું જેમાં તમામ 90 હજાર લોકો શહીદ થયા હતા. અને બાબરના સેનાપતિ મીર બાંકીએ લોહીની માટીથી મસ્જિદ બનાવી હતી ત્યારબાદ આટલા વર્ષો પછી અહી રામલલ્લાનું મંદિર બની રહ્યું છે
આ એજ અયોધ્યા છે જ્યાં એક સમયે પ્રભુ શ્રી રામનું નામ લેવુ પણ ગુનો ગણાઈ જતો હતો. કારસેવકો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. ત્યારે દેશવાસીઓ 9 નવેમ્બર 2019ના એ ઐતિહાસિક દિવસને કેમ ભૂલી શકે જેમણે અયોધ્યાની ધરતીને ફરી આબાદ કરી દીધી. ત્યારબાદ 5 ઓગષ્ટ 2020નો એ દિવસ આવ્યો જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાની પાબંદીઓ વચ્ચે રામ મંદિર નિર્માણનો પાયો નાખ્યો અને ભૂમિપૂજન કર્યુ. અને હવે 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે.
9 નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટે આપ્યો આપ્યો ઐતિહાસિક ચુકાદો
9 નવેમ્બર 2019નો દિવસ આવ્યો જ્યારે દેશના લોકતંત્રએ એટલી શક્તિઓ જમા કરી લીધી હતી કે તે ઈતિહાસ લખવા માટે તૈયાર હતા. અયોધ્યાનો ફાઈનલ ચુકાદો આવ્યો. ત્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે સંપૂર્ણ 2.77 એકર વિવાદીત જમીન પર હિંદુઓનો હક્ક છે. કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો. આ આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો.
પીએમઓના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં રામ નિર્માણ કમિટીની રચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી. મહંત નૃત્ય ગોપાલ દાસને આ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. વિશ્વ હિંદુ પરિષદમાંથી ચંપત રાયને મહાસચિવ બનાવવામાં આવ્યા. ટ્રસ્ટમાં 15 સભ્યો છે. ટ્રસ્ટે રામ મંદિર નિર્માણ માટે પીએમ મોદીના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રની અધ્યક્ષતામાં રામ મંદિર નિર્માણ કમિટીની રચના કરવામાં આવી. રામ મંદિર નિર્માણ કમિટીએ નક્કી કરાયેલી સમય મર્યાદામાં મંદિર નિર્માણની કામગીરી પૂરી કરાવવામાં મદદ કરી.
box
134 વર્ષ સુધી ચાલેલી મંદિર નિર્માણ માટેની લડાઈનો 9 નવેમ્બર 2019ના સુપ્રીમના ચુકાદા સાથે અંત
અયોધ્યા રામ મંદિર વિવાદ પર મીરાબાકીએ મસ્જિદ બનાવ્યા બાદ 330 વર્ષ બાદ 1858માં પરિસરમાં હવન, પૂજન કરવા અંગે એક એફઆઈઆર થઈ. તો 1885માં પહેલીવાર કેસ અદાલતમાં પહોંચ્યો. 134 વર્ષ વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડાઈમાં 9 નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે પુરી થઈ. એ દિવસે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિની સંપૂર્ણ જમીન જે વિવાદી જગ્યા ગણાતી તે રામલલા ટ્રસ્ટને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો અને સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ બનાવવા અન્ય જગ્યા પર પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ કરવામા આવ્યો.
રામ મંદિર વિવાદી જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં ગયા બાદનો સમગ્ર ઘટનાક્રમ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech