માત્ર વરસાદની સિઝનમાં જ મળતું આ ફળ ડાયાબીટીસના દર્દીઓ માટે છે વરદાન સમાન

  • August 01, 2024 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસાદની સિઝન શરૂ થતાં જ બજારમાં રાવણા જાંબુનું આગમન શરૂ થઈ ગયું છે. આ ફળ પોષક તત્વોથી ભરપૂર છે. જાંબુમાં ઓછી કેલેરી હોવાથી વજન લેવલ નિયંત્રિત રહે છે. જાંબુ શરીર માટે શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. તેનું સેવન કરવાથી સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ મળે છે, જે ઘણી બીમારીઓથી બચાવે છે.  જાંબુને વ્યક્તિના આરોગ્ય માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. રાવણા જાંબુ શરીર માંથી ઝેરી તત્વોને બહાર કાઢી અન્ય ખોરાક મારફતે શરીરમાં પ્રવેશેલા ઝેરી તત્વોને રોકવામાં મદદરૂપ બને છે.


ડાયાબિટીસ નિયંત્રણમાં રહેશે:

જાંબુમાં જાંબોલીન નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે, જે સુગર લેવલને 30 ટકા ઘટાડી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુનું સેવન ફાયદાકારક છે.


વજન વધશે નહીં:

જાંબુમાં ફાઈબર જોવા મળે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ સુધરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. સાથે જ તેમાં રહેલા ફાઈબરને કારણે તેનું સેવન કર્યા પછી વારંવાર ભૂખ નથી લાગતી. આવી સ્થિતિમાં વારંવાર કંઈક ખાવાની ઈચ્છા થતી નથી.


હૃદય રોગ સામે રક્ષણ કરશે:

જાંબુમાં હાજર ખરાબ એન્ટી-ઓક્સીડેન્ટ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટવાને કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટી જાય છે.



હિમોગ્લોબિન વધારશે:

આયર્ન અને વિટામિન સીથી ભરપૂર આ ફળ લોહીને શુદ્ધ કરે છે અને હિમોગ્લોબિન સંબંધિત રોગોથી સુરક્ષિત રહી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application