આ ડિટોક્સ ડ્રિંક લીવરમાં જમા થયેલી ગંદકીને કરશે દૂર, થોડા જ દિવસોમાં ચરબી થશે ગાયબ

  • September 12, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન અથવા વજન ઘટાડવા માંગતા હોય તો  ડિટોક્સ વોટર એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. તે ફક્ત લીવરને સ્વસ્થ રાખવાનું જ નહી પણ વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે. જાણો તેને બનાવવાની રીત અને તેનાથી થતા અદ્ભુત સ્વાસ્થ્ય લાભ.


વધુ પડતી તળેલી અને મસાલેદાર વસ્તુઓ ખાવાથી લીવરને નુકસાન થાય છે. તેથી આપણે સમયાંતરે લિવર સાફ કરતા રહેવું જોઈએ. આ એક એવું ડિટોક્સ ડ્રિંક છે. જે લિવરની ગંદકી તો દૂર કરશે જ પરંતુ શરીર પર જમા થયેલી ચરબી પણ ધીમે-ધીમે ઓગળી જશે.


ડીટોક્સ ડ્રિંક બનાવવા માટેની સામગ્રી


 1 લિટર પાણી (ફિલ્ટર કરેલ અથવા મિનરલ વોટરનો ઉપયોગ કરી શકો છો)

 1 લીલું સફરજન (નાના ટુકડા કરો)

 ચિયા સીડ્સ(1-2 ચમચી)

 ફુદીનાના પાન (મુઠ્ઠીભર)

 તુલસીના પાન (મુઠ્ઠીભર)


ડિટોક્સ ડ્રિંક કેવી રીતે બનાવવું


 સૌ પ્રથમ એક જગમાં 1 લિટર ફિલ્ટર કરેલું પાણી લો.

 તેમાં મુઠ્ઠીભર તુલસી અને ફુદીનાના પાન ઉમેરો.

 એક લીલા સફરજનને નાના-નાના ટુકડા કરીને પાણીમાં નાખો.

 હવે તેમાં 1-2 ચમચી ચિયા સીડ્સ નાખો.

 બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને ઓછામાં ઓછા એક કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો.

 એક કલાક પછી આ ડિટોક્સ ડ્રિંકનું સેવન કરી શકો છો.


ડિટોક્સ ડ્રિંકના અદ્ભુત ફાયદા


આ ડીટોક્સ ડ્રિંક રોજ પીવાથી પાચનક્રિયા સારી રહે છે. તે કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે અને ત્વચા અને વાળને ચમકદાર પણ બનાવે છે. આ સિવાય તે કિડનીને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ મદદરૂપ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application