કોરિયન મહિલાઓની ત્વચા કુદરતી રીતે ચમકતી હોય છે. તેમની ત્વચા પર કોઈપણ પ્રકારના ડાઘ નથી અને તેમની ત્વચા કાચની જેમ ચમકતી રહે છે. કારણકે તે પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે ઘણી ટિપ્સ અપનાવે છે. તેની દિનચર્યામાં ચોખાનો ઉપયોગ ચોક્કસપણે થાય છે. જો કોરિયન મહિલાઓની જેમ ગ્લોઇંગ સ્કિન મેળવવા માંગો છો, તો જાણો કોરિયન બ્યુટી રૂટિન.
4-2-4 ટેકનિક
કોરિયન મહિલાઓ 4-2-4 ટેકનિકને અનુસરે છે. આમાં ચાર મિનિટ સુધી ક્લીન્ઝિંગ ઓઈલથી ચહેરાને સાફ કરવાનું છે. પછી લગભગ બે મિનિટ સુધી ગોળાકાર ગતિમાં ફોમિંગ ફેસ વૉશ વડે મસાજ કરો અને પછી હૂંફાળા પાણી અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ પદ્ધતિ અપનાવવાથી ચહેરો સાફ થઈ જાય છે અને ખુલ્લા છિદ્રો બંધ થઈ જાય છે.
ગરદન પર ક્રીમ લગાવવું
ગરદનની ત્વચા ચહેરાની ત્વચા જેવી જ છે. એટલે તેને પણ રોજ સાફ કરવી પડે છે. કોરિયન મહિલાઓ ગરદન સુધી ક્રીમ લગાવે છે.
દિવસે અને રાત્રે મોઈશ્ચરાઈઝર
જો કોરિયન ગ્લાસ સ્કિન મેળવવા માંગતા હોય તો સવાર અને રાતની સ્કીન કેર રૂટીન અનુસરો. સવારે અને બપોરે ત્વચાને હાનિકારક કિરણોથી બચાવવાની જરૂર છે અને રાત્રે પોષણની. ત્યારે દિવસ દરમિયાન સારા સન પ્રોટેક્ટેડ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો અને રાત્રે સૂતા પહેલા ફેસ ઓઇલ ધરાવતા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
હંમેશા ચમકતી ત્વચાનું રહસ્ય
ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે પુષ્કળ પાણી પીવું અને હેલ્ધી ખાવું ખૂબ જ જરૂરી છે. કોરિયન મહિલાઓ આને સંપૂર્ણપણે અપનાવે પણ છે. કોરિયન મહિલાઓ એવા ખોરાક પણ ખાય છે જેમાં સોડિયમ ઓછું હોય છે. આ એટલા માટે છે. કારણકે તેમના શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech