બોલિવૂડના આ અભિનેતા વર્ષમાં બે વાર ઉજવે છે પોતાનો જન્મ દિવસ, જાણો શું છે રહસ્ય

  • September 05, 2024 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પંકજ ત્રિપાઠી બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તે જે પણ ફિલ્મમાં હોય તેમાં તે પોતાના પાત્રમાં એવી રીતે ઉતરે છે કે દરેક તેના દિવાના થઈ જાય છે. પંકજ ત્રિપાઠી આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતાઓ તેમનો જન્મદિવસ વર્ષમાં એક નહીં પરંતુ બે વાર ઉજવે છે. જન્મદિવસ બે વાર ઉજવવા પાછળ એક રસપ્રદ કારણ છે. જે અંગે ખુદ પંકજ ત્રિપાઠીએ ખુલાસો કર્યો હતો.


પંકજ ત્રિપાઠીના મોટા ભાઈએ કરી હતી ભૂલ

પંકજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેમનો જન્મદિવસ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. જ્યારે તેના મોટા ભાઈ ગામની નજીકની શાળામાં તેને દાખલ કરાવવા લઈ ગયા ત્યારે ફોર્મમાં જન્મ તારીખ લખવાની હતી. ત્યારે તેના ભાઈને સપ્ટેમ્બર મહિનો યાદ હતો પણ તારીખ ભૂલી ગયા હતા.


આ તારીખે છે વાસ્તવિક જન્મદિવસ

પંકજ ત્રિપાઠીએ આગળ કહ્યું કે, જ્યારે ભાઈ તારીખ ભૂલી ગયા તો શિક્ષકે તેની મદદ કરી અને 5 સપ્ટેમ્બર લખવાનું કહ્યું. 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. શિક્ષકે કહ્યું, આ એક સારો દિવસ છે, તે મોટો માણસ બનશે. પંકજ ત્રિપાઠીના જન્મદિવસની ચોક્કસ તારીખ 28મી સપ્ટેમ્બર છે. તે દર વર્ષે બંને દિવસે પોતાનો જન્મદિવસ ઉજવે છે.


આ રીતે થઈ કારકિર્દીની શરૂઆત

બોલિવૂડમાં નામ કમાતા પહેલા પંકજ ત્રિપાઠીએ ઘણું કામ કર્યું છે. પંકજને અભિનયનો ખૂબ જ શોખ હતો. તે નાટકમાં કામ કરતાં હતાં. પછી તે થિયેટરમાં જોડાયા હતા. તે સમયે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. પોતાના પરિવારનું ભરણપોષણ કરવા અને પોતાના સપના પૂરા કરવા માટે પંકજે નાની-નાની નોકરીઓ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે લગભગ 2 વર્ષ સુધી એક હોટલમાં રસોઈયા તરીકે કામ કર્યું અને તેની સાથે તેઓ થિયેટર સાથે પણ જોડાયેલા હતા. થોડા વર્ષો પછી પંકજે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું.


નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ મુંબઈ શિફ્ટ થઈ ગયા હતાં. જ્યાં તેણે રન ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ધીમે ધીમે સંઘર્ષ કરીને પંકજે હવે પોતાનું સ્થાન બનાવી લીધું છે. તે છેલ્લે ફિલ્મ સ્ટ્રી 2માં જોવા મળ્યાં હતાં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application