પોરબંદરમાં તેર પ્રાથમિક શિક્ષકો અને દસ મુખ્ય શિક્ષકોની થઈ બદલી

  • August 23, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં તેર પ્રાથમિક શિક્ષકો અને દસ મુખ્ય શિક્ષકોની બદલી કરવામાં આવી છે.
પોરબંદરના બી.આર.સી. ભવન ખાતે પ્રાથમિક શિક્ષકોની વધઘટ બદલી કેમ્પ  અને મુખ્ય શિક્ષકોનો વહીવટી બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં પોરબંદર જિલ્લાના ૧૩ પ્રાથમિક શિક્ષકોને ૧૦ મુખ્ય શિક્ષકોને વધ બદલી કરવામાં આવી હતી.આ વધ બદલી કેમ્પ પારદર્શકતા સાથે નિયમાનુસાર કરવામાં આવી હતી.આ કેમ્પમાં પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન  રિદ્ધિબેન ખુંટી,જિલ્લા શિક્ષણાધિકારી  વી.કે.પરમાર,પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ,પોરબંદર જિલ્લા શૈક્ષિક મહાસંઘ,તેમજ પોરબંદર જિલ્લા મુખ્ય શિક્ષક એચટાટ સંઘના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ કેમ્પમાં પરમાર દ્વારા કેમ્પની શ‚આતમાં જ વધ બદલીના નિયમો અંગે સંપુર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.કેમ્પનું સમગ્ર સંચાલન બી.આર.સી પરેશભાઈ પુ‚ષવાણી દ્વારા કરવામાં આવેલ હતું.આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયતનો વહીવટી સ્ટાફ તેમજ બી.આર.સી ભવનના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application