પોરબંદર જિલ્લામાં હોળી-ધુળેટીના પર્વ બાદ પણ પત્તાપ્રેમીઓ બાજી ખેલવાનું ચૂકતા નથી અને પોલીસ તેઓને પકડવાની એકપણ તક જતી કરતી નથી ત્યારે શહેર અને જિલ્લામાં ત્રણ જગ્યાએ દરોડા પાડીને એલ.સી.બી.અને રાણાવાવ પોલીસે ત્રણ મહિલા સહિત તેર જુગારીઓને એકલાખથી વધુની રોકડ સાથે પકડી પાડયા છે.
આદિત્યાણામાં મકાનમાં ધમધમતુ હતુ જુગારધામ
પોરબંદરના આદિત્યાણા ગામે નવાપરામાં આવેલા વેકરડી વિસ્તારમાં રહેતો રાણા રામા દાસા જુગારધામ ચલાવી રહ્યો છે અને પોતાના મકાનને જ જુગારનો અડ્ડો બનાવીને બહારથી જુગારીઓને એકત્ર કર્યા છે તેવી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા અને મુકેશભાઇ માવદીયાને બાતમી મળતા તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં જુગારધામ ચલાવનારો રાણા રામા દાસા ઉપરાંત જુગાર રમવા આવેલા એ જ વિસ્તારના ભીમા સવા ઓડેદરા, આદિત્યાણાની દાદર સીમમાં શિવ હોટલ પાસે રહેતા બાલુ રાજસી ખુંટી, બખરલા ગામે સોસાયટી વિસ્તારમાં રહેતા સામત દુદા ખુંટી અને વૈદે આતિયા સુંડાવદરાની ધરપકડ કરીને ૭૨,૮૫૦ની રોકડ તથા ગંજી પત્તાના બાવન પાના કબ્જે કર્યા હતા.
પોરબંદરમાં સ્ટ્રીટલાઇટ નીચે રમતા હતા પત્તે
પોરબંદરના એરપોર્ટ સામે આવેલ બાપુનગરમાં સેન્ટમેરી સ્કૂલની પાસેની ગલીમાં સ્ટ્રીટલાઇટની નીચે રાત્રિના સમયે જુગાર રમી રહેલા એ જ વિસ્તારના વિજય ભાણજી ઓડેદરા, નરસંગ ટેકરીની હુડકો સોસાયટીમાં રહેતા શ્યામ મનસુખ જોષી અને આદિત્યાણા ગામે તપસી બાપુની મઢી પાસે રહેતા દિલીપ માંડણ ઓડેદરાની ધરપકડ કરીને ૧૯,૭૭૦ની રોકડ અને ગંજીપત્તાના બાવન પાના કબ્જે કર્યા છે.
આદિત્યાણામાં દરોડો
આદિત્યાણાના નવાપરા વિસ્તારમાં જાહેરમાં કેટલીક મહિલાઓ અને પુષો જુગાર રમી રહ્યા છે તેવી રાણાવાવ પોલીસને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આદિત્યાણાના નવાપ્લોટ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના વૃધ્ધ વાલજી ખીમજી મકવાણા,ભરત મુ મકવાણા, ઉપરાંત ત્રણ મહિલાઓ મણીબેન મનજી સાગઠીયા,જયાબેન સામત પરમાર અને રાણીબેન રામા સાદીયા સામે કાર્યવાહી કરીને ૧૦,૦૬૦ની રોકડ કબ્જે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech