જામનગરમાંથી બાઈકની ઉઠાંતરી કરનાર ઝડપાયો

  • December 01, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનાં પાણાખાણ વિસ્તારમાંથી એક બાઈકની ઉઠાંતરી કરી લઇ જવા અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવાઈ હતી.જેમાં એલસીબીએ એક આરોપીને ઝડપી લીધી છે.
જામનગર ની મંગલધામ સોસાયટીમા રહેતા નિલેશ પ્રવીણભાઈ અઘેરાએ પોતાનું રૂ.૨૦ હજાર ની કિંમત નું જી.જે.૧૦-બીએમ-૧૬૧૩ નંબરનું બાઈક ગત તાં.૨૮ નાં પાણાખાણ વિસ્તાર મા દુકાન પાસે પાર્ક કર્યું હતું ત્યાંથી કોઈ તસ્કરો બાઈક ની ચોરી કરી લઇ ગયા હતા. આ અંગે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.જે.ચોરી નો ભેદ ઉકેલવામાં પોલીસ ને સફળતા મળી છે.અને શિવનગર -૨, ગોકુલ નગર શિવનગરમાં રહેતા વિશાલ ઉર્ફે વિશલો રાજુભાઈ ચાવડાને પોલીસે ચોરાઉ બાઈક સાથે ઝડપી પાડયો છે. આ  શખ્સ ની અગાઉ ૨૦ જેટલા વાહન ચોરી મા સંડોવણી ખુલવા પામી હતી.
***
કાલાવડ પંથકમાં ૨૪ કલાકમાં ધોળે દહાડે ચોરીની ત્રીજી ફરિયાદ: પોલીસ તંત્રની ઠંડી ઉડાડતા તસ્કરો : હંસ્થળ ગામમાં એક મકાનમાંથી૧,૧૧ લાખની ચોરી : અન્ય મકાનમાં તમાકુના કાર્ટુન સહિતની ઉઠાંતરી
કાલાવડ પંથકમાં ૨૪ કલાકના સમયગાળા દરમિયાન ધોળે દહાડે ચોરીની ત્રીજી ઘટના બનતાં ભારે ચકચાર જાગી છે. કાલાવડ તાલુકાના હંસ્થળ ગામમાં એક ખેડૂત પરિવારના મકાનને ધોળે દહાડે તસ્કરોએ નિશાન બનાવી લઈ મકાનમાંથી રૂપિયા ૫૪,૦૦૦ની રોકડ રકમ અને સોના- ચાંદીના દાગીના સહિત ૧,૧૧,૫૦૦ ની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
કાલાવડ તાલુકાના હંસ્થળ ગામમાં રહેતા અને હાલ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા સુનિલભાઈ બચુભાઈ કારસારીયા નામના યુવાને પોતાના મકાનમાંથી કોઈ તસ્કરો ગઈકાલે ધોળે દહાડે રૂપિયા ૫૪ હજારની રકમ તેમજ જુદા જુદા સોના ચાંદીના દાગીના વગેરે સહિત કુલ ૧,૧૧,૫૦૦ ની માલમતા ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાના પિતા કે જેમણે ખેતીની આવકની ૫૪,૦૦૦ની રકમ ઘરના કબાટમાં રાખી હતી જ્યારે અન્ય સોના ચાંદીના દાગીનાઓ પણ કબાટમાં પડ્યા હતા.
દરમિયાન ગઈકાલે બપોરે કોઈ તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી લીધો હતો, અને અંદરના રૂમમાં રહેલા કબાટનું તાળું તોડી તિજોરીમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિતની માલમતા ચોરી કરી લઈ ગયા હતા, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ એચ.વી પટેલ અન્ય સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા છે, અને તસ્કરોને પકડવા માટેની દોડધામ શરૂ કરી છે.
જયારે કુંભનાથ પરાના અને હાલ મવડી કણકોટ રોડ રહેતા નિકુંજભાઇ પ્રફુલભાઇ છાંટબારની ટાઉન વિસ્તારમાં આવેલા મકાનના ગોડાઉનમાં પડેલા બાગબાનના તમાકુના કાર્ટુન જેમાં એક કાર્ટુનમાં ૪૦ ડબા, બાગબાન ૪૭ નંબરના ૨૦ બોકસ, વિમલના ૨૪ પેકેટ, બાગબાન તમાકુ ૧૨૮નું એક બોકસ મળી કુલ ૬૨૩૨૮ના મુદામાલની બે અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application